રેકોર્ડ / પુલવામાના શહીદો માટે 11 દિવસમાં 7 કરોડ ભેગા કરનાર વિવેક પટેલનું નામ ગિનીસ બુક માટે રજિસ્ટર્ડ કરાયું

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 02:48 AM
Vivek Patel, who collected 7 crores in 11 days for Pulwama martyrs, was named for Guiness Book
X
Vivek Patel, who collected 7 crores in 11 days for Pulwama martyrs, was named for Guiness Book

  • રજિસ્ટ્રેશન બાદ 12 અઠવાડિયા સુધી અરજીની સમીક્ષા કરાયા બાદ આખરી પરિણામ જાહેર કરાશે
     

વડોદરા: કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને મદદરૂપ થવા માટે મૂળ વડોદરાના અને હાલ અમેરિકામાં ભણતા વિવેક પટેલે ફેસબુકના માધ્યમથી 11 દિવસમાં અંદાજિત 7 કરોડ (1 મિલિયન ડોલર) ભેગા કર્યા હતા.તેના આ પ્રયાસને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા માટેનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.રજિસ્ટ્રેશન બાદ 12 અઠવાડિયા સુધી અરજીની સમીક્ષા કરાયા બાદ આખરી પરિણામ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.

રજિસ્ટ્રેશનને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્ય રાખવામાં આવ્યું
1.14 ફેબ્રુઆરીના રોજ સી.આર.પી.એફ ના કાફલા પર કાશ્મીરના પુલવામા ખાતે આતંકી હુમલો થયો હતો.જેમાં 40 થી વધુ જવાનો શહીદ થયા હતા.શહીદ જવાનોના પરિવારને મદદ કરવા માટે મૂળ વડોદરાના અને હાલ અમેરિકામાં ભણતા વિવેક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર 11 દિવસમાં અંદાજિત 7 કરોડ (1 મિલિયન ડોલર) ભેગા કર્યા હતા.તાજેતરમાં તમામ પૈસા ભારત કે વીર પોર્ટલના માધ્યમથી શહીદ પરિવારને મદદ માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.વિવેકના આ પ્રયાસને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવવા માટે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.તેના રજિસ્ટ્રેશનને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્ય રાખવામાં આવ્યું છે.12 અઠવાડિયાની સમીક્ષા બાદ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા અંગેની સ્થિતિ અંગે ચિત્ર સ્પષ્ટ થશે.
ઊરી ફિલ્મ જોયા બાદ મદદ કરવા મન બનાવ્યું
2.વિવેકે જણાવ્યું હતું કે ટુક સમયમાં તેના દ્વારા ભેગા કરવામાં આવેલી ફંડ ની રકમ ઇન્ડિયા ખાતે ભારત કે વીર પોર્ટલના માધ્યમ થી શહીદ પરિવારો ને પહોંચાડશે. આગળ પણ ભારત સરકાર સાથે મળીને શહીદ પરિવારો ને મદદ માટે નું કાર્ય કરવામાં આવશે. વિવેક પટેલે બોલીવુડ ફિલ્મ ઉરી ફિલ્મ જોયા બાદ સૈનિકો માટે નક્કર મદદ કરવાનું મન બનાવી લીધું હતું.  
ફેસબુક દ્વારા કોઇ પણ ટેક્સ નહીં વસૂલાય
3.ફેસબુકના માધ્યમ થી વિવેકે શાહિદ પરિવાર ને મદદ કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. ત્યાર બાદ તેને 11 દિવસ ના 7 કરોડ જેટલા રૂપિયા ભેગા કરવામાં સફળતા મળી હતી. ફેસબુકે વિવેક દ્વારા ભેગા કરાયેલા પૈસા પર કોઈ ટેક્સ ન વસુલવાનું નક્કી કર્યું હતું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App