ગુમ / ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલામાં વડોદરાના પિતા-પુત્ર મિસિંગ

divyabhaskar.com

Mar 16, 2019, 02:15 AM IST
Vadodara's father-son Missing in a New Zealand terrorist attack
X
Vadodara's father-son Missing in a New Zealand terrorist attack

વડોદરા:ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદમાં થયેલા આતંકી હુમલામાં વડોદરાથી ગયેલા રહીશ અને તેમનો ત્યાં સ્થાયી થયુલો પુત્ર મિસિંગ હોવાનું બહાર આવતાં પરિવાર ચિંતીત બન્યો છે. વડોદરાના આરીફ- ભાઇ વ્હોરા અને તેમનો પુત્ર રમીઝ વ્હોરા શુક્રવાર હોવાથી નમાઝ પઢવા ગયા હતા . જેઓ બે પૈકી કઇ મસ્જિદમા હતા તે જાણી શકાયું નથી. પરિવાર  સ્થાનિક પ્રશાસનની મદદથી સંપર્ક કરવા પ્રયાસ કરશે.
પાંચ દિવસ અગાઉ ખુશ્બૂબહેને પુત્રીને જન્મ આપ્યો
1.શહેરના પાણીગેટ મેમણ કોલોની પાસે ધનાની પાર્કમાં રહેતા અને આરટીઓ તેમજ એલઆઇસીનું કામ કરતા આરીફભાઇ મહંમદભાઇ વ્હોરા ( ઉ.વ. 58)ના બે પુત્રો પૈકી મોટો પુત્ર ઓસ્ટ્રેલિયા છે. જ્યારે નાનો પુત્ર રમીઝ (ઉ.વ.28) ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે આઠ વર્ષથી  સ્થાયી થયો હતો. ખાનગી કંપનીમાં નોકરી કરતા રમીઝને ત્યાં પાંચ દિવસ અગાઉ પત્ની ખુશ્બૂબહેને પુત્રીને જન્મ આપ્યો હતો. 
હેલ્પલાઇન નંબર દ્વારા સતત સંપર્ક કરવા પ્રયાસ
2.આ પૌત્રીને રમાડવા માટે આરીફભાઇ અને તેમનાં પત્ની રૂક્સાના બહેન ન્યુઝીલેન્ડ ગયાં હતાં. ક્રાઇસ્ટચર્ચ ખાતે રહેતા રમીઝ સાથે આજે શુક્રવારની નમાઝ અદા કરવા આરીફભાઇ મસ્જિદમાં ગયા હતા . દરમીયાન આ જીવલેણ ગોઝારો આતંકી હુમલો થયો હતો. અત્રે રહેતા તેમના સંબંધી મોહસીનભાઇએ સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે , અમારી પાસે ન્યુઝીલેન્ડ જવા વિઝા નથી. અમે હેલ્પલાઇન નંબર દ્વારા સતત સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. હજુ માત્ર મિસિંગ તરીકે બંને નામ ચાલે છે. અમે શનિવારે સાંસદ રંજનબેન સાથે વાત કરી ત્યાં સંપર્ક અથવા યોગ્ય ઉપાય કરવા રજૂઆત કરીશું.
ક્રાઇસ્ટચર્ચમાં 30 હજાર ભારતીય
3.ક્રાઇસ્ટચર્ચમાં અંદાજિત 30 હજાર જેટલા ભારતીય અથવા ભારતીય મૂળના લોકો રહે છે. ક્રાઇસ્ટ- ચર્ચની બે મસ્જિદમાં થયેલા આંતકી હુમલામાં અંદાજે 49 લોકો મૃત્યુ પામ્યાનું જાહેર થયું છે. જ્યારે 20 થી વધુ લોકો ગંભીર છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જૌસિન્ડા અર્ડર્ને આજની ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમજ ધાર્મિમીક સ્થળોની સુરક્ષા વધારી છે. હુમલા બાદ સ્થાનિક પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી