• Gujarati News
  • National
  • Vadodara District Election Officer And Collecter Released A Video Clips To Remind Voting

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટરે મતદાન જાગૃત્તિ માટે એક વિડીયો ક્લીપ રીલીઝ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવતર સોશિયલ મિડીયા કેમ્પેઇન દ્વારા મતદાન જાગૃત્તિનો અભિનવ પ્રયાસ  

વડોદરા: લોકસભા ચૂંટણીઓ માટેનું મતદાન તા.૨૩મી એપ્રિલ, ૨૦૧૯ના રોજ યોજાવાનું છે. આ દિવસ આડેના દિવસની સંખ્યામાં રોજેરોજ ઘટાડો થતો જાય છે. વિદેશી ભાષામાં કહીએ તો મતદાનના દિવસનું કાઉન્ટ ડાઉન(અવળી ગણતરી)શરૂ થઇ ગઇ છે. આ કાઉન્ટ ડાઉનને મતદાન જાગૃતિનું માધ્યમ બનાવવાની અભિનવ પહેલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે કરી છે. તેમણે સ્વીપ વોટોત્સવ વડોદરા ૨૦૧૯ અંતર્ગત રોજેરોજ મતદાનના દિવસની યાદ અપાવતી અને મતદાન અવશ્ય કરોનો અનુરોધ કરતી વિડીયો ક્લીપ જારી કરીને સોશિયલ મિડીયાના વિવિધ ઉપક્રમો વોટસએપ, ફેસબુક, ટ્વીટર ધ્વારા લોકોને મતદાન માટે રોજેરોજ સુસજ્જ કરવાનું અભિયાન આદર્યું છે.
મત આપવા જવાના કર્તવ્યનો સંદેશ દ્રઢ કરવાનો તેનો આશય
તેમના દિશાનિર્દેશો હેઠળ વોટોત્સવ વડોદરા-૨૦૧૯નો આકર્ષક લોગો (પ્રતિક) બનાવીને તેનું વિમોચન કરવામાં આવ્યું છે. દેશ કા મહા ત્યૌહારના શિર્ષક હેઠળ આજે મતદાન આડે હવે ૨૦ દિવસ બાકી, ૧૯ દિવસ બાકી, ૧૮ દિવસ બાકી એ પ્રકારે વિડીયો ક્લીપમાં સંગીતના તાલે મઢીને મતદાન આડેના ઘટતા જતાં દિવસોની યાદ અપાવવાનું આ અભિયાન છે. સોશિયલ મીડિયાના વિનિયોગથી આ અભિયાન દ્વારા લોકમાનસમાં મતદાનની તારીખ અને મત આપવા જવાના કર્તવ્યનો સંદેશ દ્રઢ કરવાનો તેનો આશય છે.
અન્ય સમાચારો પણ છે...