તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara Asks; How Is This Jaisa? Air Strikes, The Army Defeats The Monster Of Terrorism

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા પૂછે છે; હાઉ ઈઝ ધ જૈશ? એર સ્ટ્રાઇક કરી સેનાએ આતંકવાદનો રાક્ષસ હણ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: પુલવામામાં આંતકવાદીઓ ભારતીય જવાનો પર કરેલા કાયરતા પૂર્વકના હૂમલાના 12માં દિવસે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને આંતકવાદીઓના અડ્ડાઓનો સફાયો કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુ સેનાની વીરતાને શહેરીજનોએ જોશભેર વધાવી લીધી હતી. શહેરીજનોએ ત્રિંરગા સાથે ભાર માતા કી જય ઘોષ સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

1) 4 પૂર્વ સૈનિકોએ ભાસ્કરને કહ્યું... છાતી ગજ ગજ ફૂલે છે હવે દરેક સાવધ રહે

હું ફૌજી હોવાથી વાયુસેનાની આજની કાર્યવાહીથી મારી છાતી ગજ ગજ ફૂલી ગઇ છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે હવે વધુ સાવધ રહેવું પડશે. દરેકે દેશને આ સમયમાં મદદ કરવી પડશે. દુશ્મન દેશને જાણ થઇ જાય તેવી કોઇ પણ માહિતી કે ફોટા સોશિયલ મીડિયામાં મૂકવાં ના જોઇએ. પાકિસ્તાન હવે નાના નાના ફિદાયીન હુમલા કરાવી શકે છે. તેને અંડર એસ્ટિમેટ ના કરવું જોઇએ. - કર્નલ વિજય શર્મા (નિવૃત્ત)

ભારતીય વાયુસેનાએ યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરી છે. સમગ્ર ઓપરેશન એવી રીતે પ્લાન કરાયું કે તેમાં 100 ટકા સફળતા મળી છે. આજની કાર્યવાહીથી પાકિસ્તાનની સંસદમાં શેમ શેમના નારા લાગ્યા હતા. તેથી સમજવું પડે કે પાકિસ્તાનને કેવું લેસન મળ્યું છે. પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોનું આજે 13મું હતું અને તે જ દિવસે આતંકી કેમ્પો પર એટેક કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. - કોમોડોર સુરેશ ચાંદોરકર,(નિવૃત્ત) નેવી

વાયુસેનાએ ખૂબ જ સાવચેતીથી પ્રશંસનીય કાર્યવાહી કરી છેે. આપણે અગાઉ સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે પાકિસ્તાન માટે પણ સરપ્રાઇઝ હતું પણ આ વખતે પુલાવામા હુમલા સમયે જ સરહદ પર તેણે સેનાને ગોઠવી દીધી હતી, અને આતંકીઓને તેમના કેમ્પમાંથી પણ હટાવી દીધા હતા પણ આપણે સ્ટ્રેટેજિકલી વિચારીને  પગલું ભર્યું અને 12 વિમાનોને મોકલી કેમ્પોનો સફાયો કર્યો તે પ્રશંસનીય છે.- કર્નલ મનુભાઇ જાની,આર્મી, (નિવૃત્ત)
 

પલુવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ આજે કરેલી કાર્યવાહી અભિનંદનને પાત્ર છે.વડાપ્રધાને જે કીધું તે કર્યું . સેનાને છૂટો દોર દેવાથી જો વાયુસેના આ કાર્યવાહી કરી શકતી હોય તો વિચારી લો કે સેનાની અન્ય પાંખો શું કરી શકે છે. હવે સાવધ રહીને આસપાસમાં થઇ રહેલી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે. આજની કાર્યવાહી બાદ દેશવિરોધી તત્ત્વો સક્રિય થઇ જશે જેથી સાવધ રહેવું જોઇએ.- સાર્જન્ટ જય જોશી,(નિવૃત્ત) એરફોર્સ

6) એર સ્ટ્રાઇક કરી સેનાએ આતંકવાદનો રાક્ષસ હણ્યો

શહેરના ચિત્રકાર જયંત પરીખે ભારતીય વાયુ સેનાની પાકિસ્તાનમાં પ્રવેશીને આતંકીઓનો ખાતમો બોલાવવાની કાર્યવાહીને બિરદાવતાં તેનું ચિત્ર બનાવ્યું છે. જે તેમણે દિવ્ય ભાસ્કરને આપ્યું છે હતું. કાશ્મીર, POK અને ઘાટીઓમાં વાયુસેનાનાં મિરાજ વિમાનોએ કરેલા પ્રહાર સાથે ઘાટીમાં પ્રસરેલો આતંકવાદનો રાક્ષસ હણાઇ રહ્યો છે, તેનું ચિત્રણ ચિત્રકાર જયંત પરીખે કર્યું હતું.

પુલવામાના અમરવીરોને વીરાંજલી આપવા તેમજ પાકિસ્તાનના નાપાક ઇરાદાને જડબાતોડ જવાબ આપવાના બનાવને પગલે સમસ્ત ગોત્રી ગામ દ્ધારા બુધવારે જૈશે જશ્નનો કાર્યક્રમ કરવામાં આવશે. શહીદોને અંજલિના કાર્યક્રમો વચ્ચે મંગળવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં સમસ્ત ગોત્રી ગામ દ્ધારા બુધવારે સાંજે 7:30 વાગે રણછોડજી મંદિરના પ્રાંગણમાં જૈશે જશ્નના કાર્યક્રમનું આયોજન કર્યું છે. ચેતના શાહ અને ઘનશ્યામ ઠક્કર શહીદોને વીરાંજલી સાથે રાષ્ટ્ર ભક્તિના ગીતો રજૂ કરી જૈશે જશ્નની ઉજવણી કરશે.

આજનો દિવસ દેશ માટે છે.  સૈનિકો શહીદ થયા ત્યારથી જ દેશવાસીઓની ઇચ્છા હતી કે શહાદતનો જવાબ અપાય, જેની શરૂઆત થઇ ગઇ છે. વાયુ સેનાને વડોદરા વાસીઓ તરફથી અભિનંદન આપીએ છીએ. વડા પ્રધાને કહ્યું હતું કે ભારત છેડતા નહિ લેકીન છોડતા ભી નહિ  તે વાકયને ચરિતાર્થી કરી બતાવ્યું. આંતકવાદના ખાત્મા માટે દેશવાસીઓ સેનાની સાથે છે.-  રંજનબેન ભટ્ટ ,  સાંસદ,શહેર ભાજપ પ્રમુખ

વાયુ સેનાએ 300 આંતકીનો સફાયો કરી શરૂઆત કરી છે આ આંકડો 30 હજારે પહોંચશે તેવો વિશ્વાસ છે. પાકિસ્તાનના આંતકવાદીઓએ કાયરતા પૂર્વક આપણા જવાનો પર હૂમલો કર્યો હતો. ભારતીય વાયુ સેનાએ મર્દાનગી સાથે પાકિસ્તાનમાં ઘૂસી જઇને આંતકીઓનો સફાયો કરી નાખ્યો છે. કોઇ પણ પક્ષે સેનાના નિર્ણયમાં રોક ના લગાવી જોઇએ સેનાને પૂર્ણ સ્વતંત્રા હોવી જોઇએ. - પ્રશાંત પટેલ, પ્રમુખ,શહેર કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો