તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુલેટ ટ્રેનના ટ્રેક માટે સિવિલ વર્કનું 20 હજાર કરોડનું દેશનું સૌથી મોટું ટેન્ડર બહાર પડાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કરજણથી વાપી સુધી 237 કિ.મી.નો એલિવેટેડ ટ્રેક બનાવવા બીડ મંગાવાઇ

વડોદરાઃ કરજણથી વાપી સુધી 237 કિ.મી. બુલેટ ટ્રેનનો એલિવેટેડ ટ્રેક બનાવવા એનએચઆરસીએલ દ્વારા કન્સ્ટ્રકશન કંપનીઓ પાસે બીડ મંગાવાઇ છે. રૂ. 20 હજાર કરોડનું આ ટેન્ડર સિવિલ વર્ક માટે દેશનું સૌથી મોટું ટેન્ડર હોવાનું મનાઇ રહ્યું છે. 

ટેન્ડર પ્રક્રિયા સુરત ડિવિઝન દ્વારા કરવામાં આવી
અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેનનો એલિવેટેડ ટ્રેક બનાવવા નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ટેન્ડર બહાર પડાયું છે. કુલ 508 કિ.મી.ના રૂટ પૈકી 47 ટકા રૂટનું આ ટેન્ડર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા બાદ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરવા કવાયત હાથ ધરાઇ છે. વડોદરામાં સ્લેબ ટ્રેક પર ટ્રેનિંગ શરૂ થયા બાદ અંદાજે 68 ફૂટ ઉંચા એલિવેટેડ ટ્રેક માટે ટેન્ડર પ્રક્રિયા થઇ છે. સૂત્રો મુજબ આ અંગે દેશની માત્ર બે કે ત્રણ કંપની બીડ કરી શકશે. જાપાનની કંપની સાથે કોલેબ્રેશન હોય તેવી કંપની અથવા જાપાનની કંપની પણ બીડમાં ભાગ લઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટેન્ડર પ્રક્રિયા સુરત ડિવિઝન દ્વારા કરવામાં આવી છે. કરજણથી અમદાવાદ વડોદરા ડિવિઝનમાં આવે છે. જે આગામી 10 દિવસમાં આ રૂટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરશે. 

સુરત-બીલીમોરાનો 50 કિલો મીટરનો ટ્રેક પહેલાં બનશે જે 2022માં કાર્યરત થશે 
બુલેટ ટ્રેનના સુરતના અધિકારી મુજબ પહેલાં સુરતથી બીલીમોરાનો ટ્રેક બનશે. અંદાજે 50 કિ.મી.નો આ ટ્રેક સૌથી પહેલાં 2022માં કાર્યરત કરાશે. ત્યારબાદ વર્ષ 2023માં અન્ય રૂટ કાર્યરત થશે. વડોદરા રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નં. 6 તૂટતું હોવાથી ત્યાં આવેલી પાર્સલ ઓફિસ પ્લેટફોર્મ નં-7 તરફ ખસેડવા પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. અંદાજે રૂ. 23 લાખમાં નવી પાર્સલ ઓફિસ બનશે. 

ટેન્ડરની 200 કરોડ ડિપોઝિટ ભરવી પડશે 
એેનએચઆરસીએલના અધિકારી મુજબ કુલ ટેન્ડર કોસ્ટ 20 હજાર કરોડ છે, જેનો 1 ટકો ગણતાં રૂ. 200 કરોડ ડિપોઝિટ ભરવી પડશે. ઓપન ટેન્ડર હોવાથી કોઇ પણ કંપની ભાગ લઇ શકે છે. ટેન્ડર બહાર પડ્યાથી 6 મહિનામાં એલોટ થશે અને 44 મહિનામાં કામ પૂરી કરવાનું રહેશે.

કઇ વસ્તુ બનશે 
-ડબલ ટ્રેક 
-ઇલેક્ટ્રિક પોલ 
-બ્રિજ 
-ટનલ 
-4 સ્ટેશન- ભરૂચ, સુરત, વાપી , બીલીમોરા