લોકસભા ચૂંટણી / વડોદરા બેઠક માટેના ભાજપના દાવેદારોને નિરીક્ષકો બનાવી દીધા

divyabhaskar.com

Mar 15, 2019, 02:17 AM IST
ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના ક્રિયેટિવ્સ તૈયાર કર્યા
ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના ક્રિયેટિવ્સ તૈયાર કર્યા
X
ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના ક્રિયેટિવ્સ તૈયાર કર્યાફાઇન આર્ટસના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના ક્રિયેટિવ્સ તૈયાર કર્યા

 • શહેરના 7 અગ્રણીઓને નિરીક્ષણની જવાબદારી સોંપાઇ

વડોદરા: શહેરની લોકસભા બેઠક માટે ભાજપના દાવેદારોને નિરીક્ષકની ભૂમિકા અદા કરવાની ફરજ આપી છે ત્યારે આ દાવેદારો પોતાનો દાવો સ્થિતિ મુજબ પક્ષના મોવડીમંડળ પાસે રજૂ કરે તેવુ ચિત્ર ઉપસ્યું છે.કોંગ્રેસે વડોદરા સહિત રાજયની ચાર બેઠકના ઉમેદવારો જાહેર કર્યા છે અને બાકીની 22 બેઠક માટેના ઉમેદવારો આવતા અઠવાડિયે જાહેર કરનાર છે.
સંસદીય બેઠક માટે નિમાયેલા નિરીક્ષકો
1.વડોદરા સંસદીય બેઠક માટે નિમાયેલા નિરીક્ષકો જયનારાયણ વ્યાસ, પંકજ દેસાઇ અને દર્શનાબહેન વાઘેલા તા.15ના રોજ વડોદરા આવી રહ્યા છે. બીજી તરફ, વડોદરા બેઠક માટેની દાવેદારીમાં મજબુત નામ ગણાતા પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ,ઉપાધ્યક્ષ ભાર્ગવભાઇ ભટ્ટ,મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા ડો.જયોતિ પંડયા,પ્રદેશ મંત્રી ડો.જીવરાજ ચૌહાણ,પૂર્વ સાંસદ બાળુભાઇ શુકલ,ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા,શહેર ઉપાધ્યક્ષ પરાક્રમસિંહ જાડેજાને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
24 માર્ચ સુધીમાં યાદીમાં નામ નોંધાવાશે
2.શહેર-જિલ્લાના નવા મતદારો 24 માર્ચ સુધીમાં મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. નવા મતદારોએ મામલતદાર કચેરી અને ચૂંટણી શાખાનો સંપર્ક કરી ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, નવા મતદારોના નામની નોંધણી સિવાયની કોઈ પણ અન્ય કામગીરી હાલમાં થઈ શકશે નહી. નાગરિકો તેમના ઓળખકાર્ડ સહિતની વિગતોની માહીતી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1950 પર સંપર્ક કરી શકે છે. 
કલેક્ટરે વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી
3.પક્ષોને પ્રચાર-પ્રસાર સંબંધિત મંજુરીઓ એક જ સ્થળેથી મળે રહે તે માટે સિંગલ વિન્ડોની સિસ્ટમ પણ ચૂંટણીતંક્ષ દ્વારા કરવામાં આવી છે.જે માટે ઉમેદવારો મામતલદાર કચેરી અથવા ઓનલાઈન મંજુરી મેળવી શકશે.
11 એરપોર્ટ પર આવકવેરાના વિભાગ યુનિટ સક્રિય
4.આ યુનિટ એરપોર્ટ પર હવાલા દ્વારા આવતા રૂપિયાની દેખરેખ રાખશે. આ યુિનટ દ્વારા ચાંપતી નજર રખાશે. 
કલેક્ટરે સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી
5.કલેક્ટર શાલીની અગ્રવાલ બુધવારે સંવેદનશીલ વિસ્તારો યાકુતપુરા, ફતેપુરા, નવાપુરા તેમજ સીટી વિસ્તારમાં મતદાન મથકોની કામગીરીનું નિરીક્ષણ કરી લોકો સાથે વાત કરી હતી.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી