ભાજપના નિરીક્ષકો આજે 350 હોદ્દેદારનો‘સેન્સ’ લેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: લોકસભાની વડોદરા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવારની પસંદગી કરી દીધી છે, ત્યારે ભાજપના નિરીક્ષકો પણ શુક્રવારે એક જ દિવસમાં 7 વિધાનસભાના 350 જેટલા હોદ્દેદારો-આગેવાનોનો સેન્સ લઇને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં નામોની પેનલ રજૂ કરશે.

16મી લોકસભાની વડોદરા બેઠકની પેટા ચૂંટણીમાં રંજનબહેન ભટ્ટને ટિકિટ અપાઇ હતી. તાજેતરમાં રૂપાણી પ્રધાનમંડળનું જે વિસ્તરણ થયું તેમાં વડોદરાને પ્રતિનિધિત્વ આપ્યું છે. વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્યને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન બનાવીને વડોદરા બેઠકને વધુ સલામત બનાવી દેવાતાં કેન્દ્રમાંથી આયાતી ઉમેદવાર આવે તેવી શક્યતા છે. ઉપરાંત વડોદરાનાં કેટલાંક દાદેદારોના નામ પણ ચર્ચાસ્થાને છે. 

શહેર વાડી  સયાજીગંજ  સાવલી  વાઘોડિયા  અકોટા  રાવપુરા  માંજલપુર

અન્ય સમાચારો પણ છે...