તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં નોટાની નનામી બનીને સામાજિક કાર્યકરે નોટાના પ્રચારની ચૂંટણી અધિકારી સમક્ષ માંગ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાજિક કાર્યકર પોતે નોટાની નનામી બન્યો - Divya Bhaskar
સામાજિક કાર્યકર પોતે નોટાની નનામી બન્યો
  • નોટા મત નકારાત્મક નહીં, પરંતુ હકારાત્મકનો સામાજિક કાર્યકરનો મત  

વડોદરા: સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર નોટાનો પ્રચાર કરવાની માંગ સાથે વડોદરા શહેરના સામાજિક કાર્યકરે નોટાની નનામી બનીને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી. નનામી બનીને ચેમ્બરમાં ધસી આવેલા કાર્યકરને જોઇ ચૂંટણી અધિકારી પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

આવેદન પત્ર આપ્યા પછી પણ નોટાનો પ્રચાર ન કરાયો
વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ 8 એપ્રિલના રોજ જિલ્લા ચૂંટણી અધિકારીને સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર નોટાનો પ્રચાર-પ્રસાર કરવા માટે આવેદન પત્ર આપ્યું હતું. પરંતુ ચૂંટણી તંત્ર દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં ન આવતા આજે તેઓ નોટાની નનામી બનીને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. નનામી બનીને કલેક્ટર કચેરીમાં ગયેલા સામાજિક કાર્યકરે ભારે આકર્ષણ જમાવ્યું હતું. તેમની સાથે અન્ય કાર્યકરો સંજેશ ડોદકદીવે, મહેશ રાવળ સહિતના સામાજિક કાર્યકરો જોડાયા હતા. 

નોટાના પ્રચાર-પ્રસાર માટે અલાયદુ ફંડ ફળવાયેલુ છે
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, નોટા મત નકારાત્મક નહીં, પરંતુ, હકારાત્મક છે. મતદારને ઉમેદવાર પસંદ ન હોવાથી નોટા બટનનો ઉપયોગ કરે છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાનની જાગૃતિ સાથે નોટાનો પ્રચાર-પ્રસાર પણ કરવો જોઇએ. નોટા પ્રચાર-પ્રસાર માટે અલાયદુ ફંડ ફાળવવામાં આવેલું છે. જેથી નોટાનો પ્રચાર કરવા આજે મે આજે રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...