તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા, અમદાવાદમાં સેક્સ રેશિયો વધ્યો ને સુરત અને રાજકોટમાં ઘટ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં 1000 છોકરાઓ સામે છોકરીઓનું પ્રમાણ 934
 • શિક્ષણનો વ્યાપ વધતાં દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ ઓછો થયો
વડોદરા: હેલ્ધી સ્ટેટ્સ પ્રોગ્રેસિવ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ગુજરાતનાં મહાનગરોની સરખામણીમાં અંતિમ વસ્તી ગણતરી પ્રમાણે વડોદરા અને અમદાવાદમાં સેક્સ રેશિયો વધ્યો છે. જ્યારે સુરત અને રાજકોટમાં ઘટાડો થયો છે. જેમાં ગુજરાતમાં દર 1000 છોકરાઓ સામે છોકરીઓનું પ્રમાણ માત્ર 854 છે અને વડોદરામાં 1000 છોકરા સામે 934 છોકરીઓ છે.

સમાજમાં દીકરો અને દીકરીને સમાન ગણવામાં આવે છે. જ્યારે દીકરીઓની ઘટતી જતી સંખ્યા અંગે જનજાગૃતિ ફેલાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનોઓ બનાવવામાં આવી છે. જોકે, પરિસ્થિતિમાં ખાસ તફાવત જોવા મળ્યો ના હોય તેવા રિપોર્ટ સામે આવ્યા છે. હેલ્ધી સ્ટેટ્સ પ્રોગ્રેસિવ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સેક્સ સિલેક્ટિવ એબોર્સન્સ દ્વારા છોકરીઓના જન્મનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેમાં ગુજરાતનાં મહાનગરોની વાત કરીએ તો વડોદરા અને અમદાવાદમાં સેક્સ રેશિયો વધ્યો છે. 

જ્યારે રાજકોટ અને સુરતમાં રેશિયો ઘટ્યો છે. વડોદરામાં ચાઇલ્ડ સેક્સ રેશિયોમાં 1.63 ટકા,  અને અમદાવાદમાં 1.23 ટકાનો વધારો થયો છે. જ્યારે રાજકોટમાં 0.62 ટકા અને સુરતમાં 2.84 ટકાનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતમાં દર 1000 છોકરાઓ સામે 854 છોકરીઓ છે.

 • વડોદરા    1000 છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા 919થી વધીને 934 થઇ 
 • અમદાવાદ    1000 છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા 892થી વધીને  904 થઇ
 • સુરતમાં     1000 છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા 810થી ઘટીને 787 થઇ  
 • રાજકોટ    1000 છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા 930થી ઘટીને  927 થઇ

વડોદરામાં 1980 બાદ જન્મેલી જનરેશન છોકરા કે છોકરીમાં ભેદભાવ રાખતી નથી. જેનું કારણ શહેરમાં શિક્ષિત લોકોનું પ્રમાણ વધુ છે. અગાઉની સરખામણીએ સંયુક્ત પરિવારની જગ્યાએ ન્યુક્લિયર ફેમિલીનું પ્રમાણ વધ્યું છે. જેમાં પુત્રની માંગ ઉદ્ભવતી નથી. - ડો. જયેશ શાહ, રિસર્ચર, સેન્ટર ફોર કલ્ચરલ એન્ડ ડેવલોપમેન્ટ 
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો