તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાના આજવા રોડ પર માતા-પુત્રીન હત્યા, પોલીસ તપાસ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતા-પુત્રીની ફાઇલ તસવીર - Divya Bhaskar
માતા-પુત્રીની ફાઇલ તસવીર

વડોદરા: વડોદરા શહેરના આજવા રોડ સયાજીપાર્ક સોસાયટીમાં ટેરેસ ઉપર સૂઇ ગયેલા માતા-પુત્રીના માથામાં બેઝબોલના ફટકા મારીને અજાણ્યા વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ખૂની ખેલ પ્રેમિકાએ લગ્ન પછી સબંધ કાપી નાંખતા પ્રેમિએ ખેલ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં માતાની કુખમાં સૂઇ રહેલા દોઢ વર્ષના બાળકને હત્યારાએ કોઇ ઇજા પહોંચાડી નહોતી. 

પુત્રી પિયરમાં રહેવા માટે આવી હતી
વડોદરા શહેરના આજવા રોડ ઉપર બી-13માં જયશ્રીબહેન સુનિલભાઇ મોરે તેમના દિવ્યાંગ પુત્ર સાથે રહે છે. તાજેતરમાં તેમની પરિણીત પુત્રી પાયલબહેન ઉત્સવભાઇ પાલકર (ઉં.વ.21) પોતાના દોઢ વર્ષના પુત્રને લઇ પિયરમાં આવી હતી. બુધવારે મોડી રાત્રે ત્રણેય પોતાના મકાનના ટેરેસ ઉપર સૂઇ ગયા હતા. જ્યારે દિવ્યાંગ યુવાન નીચેના રૂમમાં સૂઇ ગયો હતો.
પરોઢે 3 વાગ્યાના સુમારે પ્રેમી પ્રિયકાંત ઉર્ફે ભયલુ કિશોરભાઇ સોલંકી  ટેરેસ ઉપર ચઢી ગયો હતો. અને નિંદ્રાધિન પ્રેમિકા પાયલ પાલકર અને તેની માતા જયશ્રીબહેન મોરેને ગળાના ભાગે લોખંડના પાળીયાથી ઘા મારીને બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સવારે સોસાયટીના લોકોને માતા-પુત્રીની હત્યા થઇ હોવાની જાણ થઇ હતી. લોકો પથારીમાં લોહીથી લથપથ માતા-પુત્રીના મૃતદેહો જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ બાપોદ પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસને સ્થળ પરથી હત્યામાં વપરાયેલો લોહીથી ખરડાયેલો બેઝબોલ મળી આવ્યો હતો. 

પાયલ અને પ્રિયકાંત ઉર્ફ ભૈલુ વચ્ચે પ્રેમસબંધ હતો
આ ખૂની ખેલ આજવા રોડ ઉપર આવેલી જી-32, શિવમ સોસાયટીમાં રહેતા પ્રિયકાંત ઉર્ફ ભૈલુ કિશોરભાઇ સોલંકી (ઉં.વ.25)એ ખેલ્યો હોવાનું પાયલના પતિએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.  સ્થાનિક લોકોમાંથી મળેલી માહિતી પ્રમાણે પાયલ અને પ્રિયકાંત ઉર્ફ ભૈલુ વચ્ચે પ્રેમસબંધ હતો. પાયલના લગ્ન થઇ ગયા બાદ પાયલે તેની સાથેના સબંધ તોડી નાંખ્યા હતા. આથી પ્રિયકાંત ઉર્ફ ભૈલુએ આ ખૂની ખેલ ખેલ્યો હતો. 

દોઢ વર્ષના બાળકને હત્યારાએ કોઇ ઇજા પહોંચાડી નહોતી
સયાજીપાર્ક સોસાયટીમાં બુધવારની મોડી રાત્રે ખેલાયેલા ખૂની ખેલમાં દોઢ વર્ષના બાળકને હત્યારાએ કોઇ ઇજા પહોંચાડી નથી. પરંતુ, જ્યારે પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે બાળક લોહીથી લથપથ થઇ ગયેલી પથારીમાં સૂઇ રહ્યો હતો. આ ખૂની ખેલમાં બાળકે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. 

પ્રિયકાંત ઉર્ફ ભૈલુ સોલંકી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
પ્રિયકાંત ઉર્ફ ભૈલુ સોલંકી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એક માસ પૂર્વે જ તે પાસામાંથી છૂટીને બહાર આવ્યો હતો. અગાઉ તેની સામે બે વખત પાસા થઇ છે. આ ઉપરાંત તેની સામે બાપોદ પોલીસ મથકમાં મારા મારી, હત્યાના પ્રયાસ સહિતના ગુના દાખલ થયેલા છે. પ્રિયકાંતે બેવડી હત્યા કરવા માટે હેંગલોસનો ઉપયોગ કર્યો છે. પોલીસને સ્થળ પરથી બેઝબોલ મળી આવ્યા છે. હત્યામાં સંડોવાયેલો પ્રિયકાંત ફરાર થઇ ગયો હતો. 

બાપોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 
બાપોદ પોલીસે બેવડી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે આ બેવડી હત્યામાં સંડોવાયેલા પ્રિયકાંત ઉર્ફ ભૈલુ કિશોરભાઇ સોલંકીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.