તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ladakh Trade In Vadodara Reached 16 Crores But What About People's Coconut And Bird Life?

વડોદરામાં દોરીનો વેપાર 16 કરોડે પહોંચ્યો પરંતુ લોકોના ગળાં અને પક્ષીઓનાં જીવનું શું?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: શહેરમાં પતંગોની દોરીનો વ્યવસાય મોટો થઈ રહ્યો છે આ વર્ષે તેમાં રૂપિયા દોઢ કરોડનો વધારો થયો છે અને દોરીનો વેપાર 16 કરોડે પહોંચ્યો છે. બીજી તરફ ગળાં કપાવાની ઘટનાઓ પણ વધી રહી છે. ગયા વર્ષે માત્ર ઉત્તરાયણના દિવસે જ 10 વાહન ચાલકોનાં ગળાં કપાયાં હતાં. આ વર્ષે ઉત્તરાયણ પહેલાના અઠવાડિયામાં જ 3 જણનાં ગળાં કપાયાં છે. ગયા વર્ષે દોરીથી 570 પશુ - પક્ષીઓ ઘાયલ થયાં હતાં.


 

શહેરીજનો ઉતરાણનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. તેમાં તેઓ પતંગો ચગાવવા માટે થઇને વિવિધ સ્થળો પર ધારદાર દોરીઓ તૈયાર કરાવતાં હોય છે. જેમાં આ ધારદાર દોરો સૂતવાની વર્ષો જૂની બે છેડે દોરો બાંધી હાથમાં લૂદ્દી લઇને દોરો સૂતવાની પ્રથા આજે પણ કોઇ કોઇ જગ્યાએ જોવા મળી જાય છે. હવે આ રીતે દોરા સૂતવાના કારીગરોની સંખ્યા ઓછી થઇ ગઇ છે.વડોદરામાં અંદાજે રૂા. 5 કરોડના દોરાનું વેચાણ થતું હોવાનું વેપારીઓ જણાવે છે. આ દોરા સૂતવા મહિના પહેલાથી ચરખા શરૂ થઇ જાય છે. 

ફતેપુરામાં રહેતો શબ્બીર કાસમભાઈ ધોબી ઝોમેટોમાં ફૂડ ડિલિવરી બોય છે. શનિવારે સાંજે હરણી વારસિયા રિંગ રોડ પરથી આવેલ એક ઓર્ડર લઈને તે કારેલીબાગથી જઈ રહ્યો હતો.ત્યારે સાંજના 4:15 વાગ્યાના સુમારે  રોડ પર અચાનક દોરો આવતા શબ્બીરનું બાઈક સ્લીપ થઇ ગયું હતું અને તેને હાથ અને પગ પર ઈજાઓ પહોંચી હતી.ગળામાં દોરો આવી જતા ઘા પડી ગયો હોવાનું જણાતા રાહદારીઓ દ્વારા  સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ધારદાર દોરાથી ગળાની ત્રણ નસોકપાઇ જતાં 10થી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા.

‘જીવ માત્ર પ્રતિ કરુણાવંત બનો’’ ભગવાન મહાવીર સ્વામીના સંદેશને આત્મસાત્ કરીને જૈન એલર્ટ ગ્રૂપ ઓફ વડોદરાના 250 યુવકો દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન પશુ-પક્ષી તેમજ વ્યક્તિઓના જીવ બચાવવા માટે તારીખ 13 થી 20 જાન્યુઆરી સુધી શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી દોરાના ગુચ્છા ભેગા કરવાનો શ્રમયજ્ઞ શરૂ કરાયો છે. જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા 1 કિલો દોરાના ગુચ્છા સામે રૂ.100 પણ આપવામાં આવશે.

રસિયા પોલીસ તંત્રના સર્વેલન્સ- સ્ક્વોડ દ્વારા વારસિયા વિસ્તારમાં પતંગ દોરાનું વેચાણ કરતા વેપારીઓની દુકાન  ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ૠષિ ગુરમિતસિંગ વાલિયા પોતાના સ્ટોલ ઉપર ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ તુક્કલનું વેચાણ કરી રહ્યો છે. જેથી સર્વેલન્સ સ્ક્વોડે તેના સ્ટોલ પર દરોડો પાડી રૂ. 2000ની મતાના ચાઈનીઝ તુક્કલ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. તેમજ જુમ્મા મસ્જિદ સામે ગલીના નાકે  ચાઈનીઝ તુક્કલનું વેચાણકરતા પપ્પનભાઈ મોહનભાઇ ખેમાણીની પણ ધરપકડ કરવામાં આવી હતી. 

શહેરના માંડવી-ગેંડીગેટ પતંગ બજારમાં શનિવારના રોજ ખરીદીની ભીડ જામી હતી. ઉત્તરાયણના પર્વ પહેલા શનિ-રવિની રજા હોવાથી શનિવારના રોજ શહેરીજનો પતંગ-દોરી ખરીદવા માટે ઉમટ્યાં હતાં.શુક્રવાર સુધી મંદીનો માર સહન કરનારા વેપારીઓને શનિવારે ઘરાકી વધતાં રાહતનો દમ લીધો હતો. પતંગ બજારમાં પતંગ-દોરી ઉપરાંત ગોગલ્સ, ટોપી, અવાજ કરતાં પિપૂડાં, ગેસના ફુગ્ગાનું વેચાણ પણ વધ્યું હતું.   

અન્ય સમાચારો પણ છે...