નિવેદન / 23મે પછી નરેન્દ્ર મોદીનાં નામ પાછળ પૂર્વ વડાપ્રધાન લાગશે: અહેમદ પટેલ

Divyabhaskar.com | Updated - Apr 15, 2019, 09:42 PM
જગદીશ પટેલની 75મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા આપવા અહેમદ પટેલ વડોદરા આવ્યા હતા
જગદીશ પટેલની 75મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા આપવા અહેમદ પટેલ વડોદરા આવ્યા હતા

  • ગુજરાતમાં કોંગ્રેસને 12થી 15 બેઠકોની જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

વડોદરા: કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જગદીશ પટેલની 75મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા આપવા વડોદરા આવેલા રાષ્ટ્રીય કૉંગ્રેસનાં ખજાનચી અને સોનિયા ગાંધીનાં પૂર્વ સલાહકાર અહેમદ પટેલે દેશમાં કૉંગ્રેસની સરકાર બનવાની વાત કહી હતી અને જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી દેશની પ્રજાને હેરાન તેમજ ગુમરાહ કરી રહી છે. જેથી આ વખતે કોંગ્રેસની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી 23 મેનાં ચૂંટણી પરિણામો પછી પૂર્વ વડાપ્રધાન કહેવાશે.

કૉંગ્રેસને આંતકવાદ સાથે સરખાવનાર ભાજપને જવાબ આપતા અહેમદ પટેલે કહ્યું કે, "ઇતિહાસ ગવાહ છે અને ગાંધીજીથી માંડીને રાજીવ ગાંધી આંતકવાદ સામે લડીને તેનો ભોગ બન્યા છે. ભાજપ ખુરશી બચાવવા આતંકવાદ અને રાષ્ટ્રવાદનો સહારો લઈ રહી છે.

દેશમાંથી ગરીબી દૂર કરવા માટે પોતાનાં મેનિફેસ્ટોમાં ગરીબ પરિવારોને 72 હજાર રૂપિયા આપવાનો વાયદો કરનાર કોંગ્રેસનો ભાજપા મજાક ઉડાવી રહી છે. ત્યારે અહેમદ પટેલે કહ્યું કે, ભાજપને માત્ર મજાક ઉડાવતાં આવડે છે. જ્યારે કોંગ્રેસ જે વાયદા કરે છે પૂરા કરીને બતાવે છે. અહેમદ પટેલે ગુજરાતમાં કોંગ્રેસને 12થી 15 બેઠકો પર જીત મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

X
જગદીશ પટેલની 75મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા આપવા અહેમદ પટેલ વડોદરા આવ્યા હતાજગદીશ પટેલની 75મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા આપવા અહેમદ પટેલ વડોદરા આવ્યા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App