તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા ટ્રાન્સજેન્ડર ડેની ઉજવણી, દેશવાસીઓને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાના ટ્રાન્સજેન્ડર્સના ચહેરાઓ પર ખુશી જોવા મળી

વડોદરા: તા.17 એપ્રિલ-2014માં ટ્રાન્સજેન્ડર તરીકે મળેલી માન્યતા અને પ્રથમ વખત ચૂંટણી કાર્ડમાં ફિમેલની જગ્યાએ અધર લખાઇને મળેલા ચૂંટણી કાર્ડ માટે આજે વડોદરા શહેરના ટ્રાન્સજેન્ડર્સે ઉજવણી કરી હતી. ટ્રાન્સજેન્ડર્સે વડોદરા સહિત દેશવાસીઓને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. 

લક્ષ્ય ટ્રસ્ટે કેક કાપીને ઉજવણી કરી
5 વર્ષ પૂર્વે ટ્રાન્સજેન્ડર્સને મળેલા દરજ્જાને લઇને વડોદરાના લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા આજે કેક કાપીને ઉજવણી કરી હતી. ટ્રાન્સજેન્ડર ડેની ઉજવણીમાં વડોદરાના ટ્રાન્સજેન્ડર્સ જોડાયા હતા. અને કેક એકબીજાને ખવડાવી ઉજવણી કરી હતી. ટ્રાન્સજેન્ડર ડેની ઉજવણી સાથે ટ્રાન્સજેન્ડરોએ પ્રથમ વખત ચૂંટણી કાર્ડમાં ફીમેલની જગ્યાએ લખાઇને આવેલા અધર દરજ્જાની પણ ઉજવણી કરી હતી. આકૃતિ પટેલ અને માનવી વૈષ્ણવે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ચૂંટણી કાર્ડમાં ફીમેલ લખાઇને આવતું હતું. પરંતુ, હવે અધર લખાઇને આવતા અમે ખુશ છે. અમે અધર લખાઇને આવેલા ચૂંટણી કાર્ડ બાદ પ્રથમ વખત મતદાન કરીશું. અમે લોકોને પણ અપીલ કરીએ છે કે, લોકો વધુમાં વધુ મતદાન કરે.

વર્ષો સુધી ટ્રાન્સજેન્ડર્સનો દરજ્જો આપવા માટે લડત ચલાવી હતી
ઉલ્લેખનીય છે કે, પુરૂષમાંથી સ્ત્રી બનેલા વ્યક્તિઓએ વર્ષો સુધી ટ્રાન્સજેન્ડર્સનો દરજ્જો આપવા માટે લડત ચલાવી હતી. લાંબી લડત બાદ તા.17-4-2014ના રોજ એટલે કે, આજના દિવસે સુપ્રીમ કોર્ટે પુરૂષમાંથી સ્ત્રી બનેલા વ્યક્તિઓને ટ્રાન્સજેન્ડરનો દરજ્જો આપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...