તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આલોક વર્મા રવાના થતાં હવે સાંડેસરાની ઘરવાપસી નક્કી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટર્લિંગના સંચાલકો ફેબ્રુઆરી અંતમાં લોન ભરપાઇ કરે તેવી સંભાવના
વડોદરા: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના પુર્વ ડાઇરેક્ટર આલોક વર્મા (નંબર-1) અને સ્પેશીયલ ડાઇરેક્ટર રાકેશ અસ્થાના (નંબર-2) વચ્ચે છેલ્લા કેટલાય સમયથી શીત યુદ્ધ ચાલી રહ્યું હતું.જેનો શુક્રવારે અંત આવ્યો છે.સુત્રોના જણાવ્યા મુજબ સ્ટર્લિંગ બાયોટેકના ડાઇરેક્ટરોના રાકેશ અસ્થાના સાથેના સંબંધને મુદ્દો બનાવીને શીતયુદ્ધમાં ફાયદો લેવાના પ્રયાસે કરવામાં આવ્યા હતા.શીતયુદ્ધનો અંત આવતા ફેબ્રુઆરી માસમાં સ્ટર્લિંગ બાયોટેકના ડાઇરેક્ટરો દ્વારા બાકી લેણું ફેબ્રુઆરી માસમાં ચુકવીને સ્વદેશ ગમન કરે તેવી પ્રબ‌ળ શક્યતાઓ રહેલી છે.

પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુકેલા રાકેશ અસ્થાના અને બિઝનેસમેન નિતિન સાંડેસરા વચ્ચે સારા સંબંધો હતા.સમયજતા એક તરફ સ્ટર્લિંગ બાયોટેક કંપની સામે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં ફડચાની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને તેના ડાઇરેક્ટો વિદેશ ભાગી ગય.તો બીજી તરફ રાકેશ અસ્થાનાને સી.બી.આઇ.ના સ્પેશીયલ ડાઇરેક્ટર તરીકે રાકેશ અસ્થાનાની નિમણુંક કરવામાં આવી. સી.બી.આઇ.માં નંબર-1 અને નંબર-2 વચ્ચે શરૂઆતથી જ શીત યુદ્ધ ચાલી રહ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ, સી.બી.આઇ.ના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચાલતા શીતયુદ્ધમાં સ્ટર્લિંગ બાયોટેક સાથે સ્પે.ડાઇરેક્ટરના સંબંધોના હાથો બનાવીને ફાયદો લેવાના ભરપુર પ્રયાસો કરાયા હતા.પરંતુ હવે પરિસ્થિતી બદલાતા સાંડેસરા બંધુઓ સ્વદેશ પરત આવે તેવી શક્યતા છે.

શુક્રવારે આલોક વર્મા દ્વારા રાજીનામુ અપાતા શીત યુદ્ધનો અંત આવ્યો હતો.સુત્રોએ જણાવ્યું હતું કે, હવે સ્ટર્લિંગ બાયોટેક કંપનીના ડાઇરેક્ટરો સાંડેસરા બંધુઓ દ્વારા ફેબ્રુઆરી માસના અંત સુધી બેંકોનું બાકી દેવું ચુકવી દેવામાં આવશે.જેને કારણે સાંડેસરા બંધુઓના સ્વદેશ ગમનનો માર્ગ મોકળો બનશે.એક તરફી ફાયદો લેવા સ્ટર્લિંગ બાયોટેક કંપનીને વચ્ચે લાવીને આક્ષેપ કરવામાં આવતા હોવાનું સ્ટર્લિંગ બાયોટેકના સુત્રએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...