તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • After Ahmedabad, Implementation In Vadodara Jail, Counseling Of Prisoners Will Be Made Pro Social

અમદાવાદ બાદ હવે વડોદરા જેલમાં અમલ, કેદીઓનું કાઉન્સેલિંગ કરી પ્રો સોશિયલ બનાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક વર્ષ સુધીના પાઇલટ પ્રોજેક્ટ દરમિયાન કેદીઓના વર્તનમાં બદલાવ આવ્યાની સફળતાથી દેશમાં પ્રથમવખત રાજ્યની ચાર સેન્ટ્રલ જેલમાં સમર્થ કાઉન્સેલિંગ સેલ કાર્યરત કરવામાં આવ્યું છે. રાજ્યની જેલમાં સજા કાપી રહેલા કેદીઓની મદદ કરવા અને ખાસ કરીને હિંસક અપરાધીઓ સજા ભોગવ્યાબાદ સોસાયટીમાં ફરીથી હળી મળી શકે તે માટે અમદાવાદની સાબરમતી જેલમાં પાઇલટ પ્રોજેક્ટની ફોરેન્સિક સાયકલોજીસ્ટ રીના શર્મા દ્વારા સફળ શરૂઆત કરાઇ હતી.  

ફાઉન્ડર ઓફ ઘ માઇન્ડ પ્રેકટિસ અને ફોરેન્સિક સાયકલોજીસ્ટ રીના શર્માએ રક્ષા શક્તિ યુનિવર્સીટીમાં પીએચડી અંતર્ગત પાઇલટ પ્રોજેક્ટ દરમિયાન કેદીનું ડિટેઇલ કલીનીકલ ઇન્ટરવ્યુ અને સાયકલોજીકલ  એસેસમેન્ટ કર્યાબાદ થેરપી મૂલ્યાંકન કરી કેદીઓ ફરીથી સોસાયટીમાં જઈ શકે અને હળી મળી શકે તે માટે સમર્થ કાઉન્સિલિંગ સેલનો પ્રોગ્રામ બનાવ્યો હતો. કેદીઓના આક્રમક વર્તુણક અંગે સંપૂર્ણ અભ્યાસ હાથ ધરી અને મનોવૈજ્ઞાનિક મધ્યસ્થી રજૂ કર્યો હતો. 

જેમાં કેદીના ગુનાની વ્યક્તિગત રીતે તપાસ કરી કેદીએ ક્યાં કારણોસર ગુનો કર્યો હતો. તે ગુનાનું કરાણ શું હતું અને ગુનો નહીં કરવા બદલની સમજ તેના આપી જેલમાં સજા ભોગવ્યાબાદ સમર્થ કાઉન્સલીંગ સેલ અંતર્ગત યોગ્ય સારવાર કરી ફરીથી સોસાયટીમાં હળી મળી શકે તે માટે અમદાવાદની સાબરમતી જેલમાં પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત કરાઇ હતી. 

જેમાં સફળતા મળ્યા બાદ બરોડા સેન્ટ્રલ જેલ અને સુરતની લાજપુર સેન્ટ્રલ જેલ તેમજ રાજકોટ મધ્યસ્થ જેલમાં સમર્થ કાઉન્સલીંગ સેલ કાર્યરત કરવામાં આવ્યું છે.  જેમાં રીના શર્માએ વડોદરા મધ્યસ્થ જેલના કેદીઓનું કાઉન્સલીંગ કરી તે એન્ટી સોશ્યિલ નહીં પરંતુ પ્રો સોશ્યિલ થઇ બહાર આવે તે માટે કાઉન્સલીંગ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...