તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 વર્ષિય કિશોરને અગ્રેસિવ હાર્ટએટેક : માત્ર 45 મિનિટમાં જ એન્જિયોપ્લાસ્ટી કરી જીવ બચાવાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લાં આઠ મહિનાથી હૃદયની તકલીફથી પીડાતા યુવકની મુખ્ય ધમની સંપૂર્ણ રીતે બ્લોક થઇ ગઈ હતી

વડોદરાઃ આધુનિક જીવનશૈલીની સાથે સાથે લોકોમાં જીવનશૈલીના કારણે થતા રોગોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.તાજેતરમાં જ શહેરમાં એક 15 વર્ષીય કિશોરનું ચાલુ હાર્ટ એટેક દરમ્યાન એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બેંકર્સ હોસ્પિટલના તબીબો દ્વારા માત્ર 45 મિનિટમાં આ ઓપરેશન હાથ ધરીને બાળકને નવું જીવન આપવામાં આવ્યું છે.જેથી હવે તે આગામી 7 માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા આપી શકશે.


શહેરનો એક 15 વર્ષીય કિશોર છેલ્લા 8 મહિનાથી હૃદયની તકલીફ ધરાવતો હતો. થોડા દિવસ અગાઉ એકાએક આ કિશોરને હાર્ટ એટેક આવતાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યા ઈસીજી નો રિપોર્ટ તપાસતા તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા. માત્ર 15 વર્ષની ઉંમર ધરાવતા આ કિશોરને અગ્રેસિવ હાર્ટ એટેક આવ્યો હતો. જે નાની ઉંમરે ભાગ્યે જ જોવા મળે છે. તબીબે તાત્કાલિક આ કિશોરને વારસિયા સ્થિત બેંકર્સ હોસ્પિટલમાં રિફર કર્યો હતો. હોસ્પિટલમાં લાવતાંની સાથે જ નિપુણ તબીબોની ટીમ તેનો જીવ બચાવવા લાગી ગઈ હતી. 


કિશોરના હૃદયની મુખ્ય ધમની સંપૂર્ણ રીતે બ્લોક થઇ ગઈ હોવાથી તાત્કાલિક સર્જરી કરવાની જરૂર હતી અને બેંકર્સ હોસ્પિટલના તબીબોએ માત્ર 45 મિનિટમાં પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયા બાદ કિશોરની બ્લોક થઇ ગયેલી ધમની પુનઃ લોહીનો જથ્થો હૃદય સુધી પહોંચાડી શકે તે માટે સક્ષમ બની હતી અને દર્દી સંપૂર્ણ રીતે સાજો થઇ ગયો હતો. પાંચ દિવસ બાદ કિશોરને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ હતી. 


ઉલ્લેખનીય છે કે આગામી 7 માર્ચના રોજ આ કિશોરની બોર્ડની પરીક્ષા ચાલુ થનાર છે અને તે અગાઉ જ આ ઓપરેશન દ્વારા તેનો જીવ બચી જતાં હવે તે પરીક્ષા તો આપી જ શકશે, સાથે સાથે સ્વસ્થ જીવન પણ જીવી શકશે. 

 

હૃદયરોગથી બચવા શું કરી શકાય 

 

* નિયમિત કસરત 

* સંતુલિત આહાર 
* વ્યસનમુક્તિ 
* પ્રફુલ્લિત મન 
* યોગ 
* બ્લડપ્રેશર અને ડાયાબિટીસ કાબૂમાં રાખવાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો