વડોદરા / 106 EVM અને VVPAT મશીનો બદલવાં પડ્યાં

106 EVMs and VVPAT machines have changed

  • કુલ 21 ફરિયાદો ચૂંટણી તંત્રને મળી

divyabhaskar.com

Apr 24, 2019, 03:47 AM IST

વડોદરા: મતદાનના દિવસે મોકપોલ દરમિયાન 88 તેમજ પોલિંગ વખતે 18 મળી કુલ 106 ઈવીએમ-વીવીપેટ મશીનો બદલવાનો વારો આવ્યો હતો. બીજી તરફ પોલિંગ વખતે જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે માત્ર 17 ઈવીએમ-વીવીપેટ મશીનો બદલ્યાં હોવાનું જણાવ્યું હતું. જેમાં સાવલીમાં 4, વડોદરા શહેરમાં 4, સયાજીગંજમાં 2, અકોટામાં 3 અને માંજલપુરમાં 5 મશીનો બદલવા પડ્યાં હતા.

મતદાનના દિવસમાં 1950 હેલ્પલાઈન તેમજ સી વિજીલ એપ્લીકેશન મળીને ચૂંટણી તંત્ર પાસે કુલ 21 ફરિયાદો મળી હતી. ચૂંટણી તંત્રના સુત્રોના જણાવ્યા અનુસાર 21 ફરિયાદોમાંથી સી વિજિલ એપને કુલ 7 ફરિયાદો મળી હતી. જેમાંથી સયાજીગંજ,વડોદરા શહેર,અકોટા અને માંજલપુલ વિધાનસભામાંથી પોસ્ટરો દુર કરવાની ફરિયાદો મળી હતી. બીજી તરફ અન્ય 14 ફરિયાદો 7 વિધાનસભા વિસ્તારોમાંથી આવી હતી,જેમાં

મતદાન મથકમાં લાંબી લાઈન લાગવી, મતદાન ધીમી ગતીએ ચાલી રહ્યું છે, ઈવીએમ-વીવીપેટ ખોટકાયા છે તેમજ મતદાર યાદીમાં નામ ન હોવાની ફરિયાદોનો સમાવેશ થાય છે.

લોકસભાની પ્રથમ ચૂંટણીથી મતદાન કરનાર નાનુભાઇ કેશવભાઇ ભટ્ટનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થઇ જવા પામ્યું હતું. દાંડિયા બજાર ટેક્નિકલ સ્કૂલમાં મતદાન કરવા આવેલા નાનુભાઇ પ્રથમવાર મતદાનથી વંચિત રહ્યા હતા.

X
106 EVMs and VVPAT machines have changed
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી