તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In Madrassa Modhasthal, 483 Prisoners, 46 Prisoners Studying In The Board, Will Be Given Board Examination

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાની મધ્યસ્થજેલમાં ભણે છે 483 કેદીઓ, 46 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 40 વર્ષની ઉંમરના બે કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે,  SSCમાં 28 અને HSCમાં 18 કેદીઓ પરીક્ષા આપશે

મહેશ ચોમલ,વડોદરાઃ વડોદરા મધ્યસ્થ જેલમાં અભ્યાસ કરાવવામાં આવતા વિવિધ કોર્ષ અંતર્ગત વર્ષ 2018-19માં 483 કેદીઓ અભ્યાસ કરી રહ્યાં છે. માર્ચ 2019ની બોર્ડની પરીક્ષામાં એસએસસીમાં 28 કેદીઓ અને એચએસસીમાં 18 કેદીઓ જેલમાં રહીને પરીક્ષા આપશે. જેમાં 40 વર્ષના બે કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 

 

 


 

 

 

 

1) ભાર વાળું ભણતર

વડોદરા મધ્યસ્થ જેલના કેદીઓને ઉચ્ચ શિક્ષણને લગતા કોર્ષ ભણાવવામાં આવે છે. જેમાં 2003થી ડો. બાબા સાહેબ આંબેડકર  ઓપન યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતકના કોર્ષમાં 55 કેદીઓ ભણી રહ્યાં છે. 2011માં ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીનું સેન્ટર વડોદરા મધ્યસ્થ જેલમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સર્ટિફિકેટ કોર્ષ અને ગ્રેજ્યુએશન કોર્ષનો લાભ કાચા અને પાકા કામના કેદી ઓને મળી રહ્યો છે.

 

જેના હેઠળ વર્ષ 2018-19માં 171 કેદીઓ  અભ્યાસ કરી રહ્યાં છે. ઉપરાંત માર્ચ 2019માં એસએસસીમાં 28 કેદીઓ અને એચએસસીમાં 18 કેદીઓ જેલમાં રહીને પરીક્ષા આપશે. જેલમાં વર્ષ 2018-19માં કુલ મળીને 483 જેટલા કેદીઓ વિવિધ કોર્ષમાં અભ્યાસ મેળવી રહ્યાં છે. 

 

જે લોકો પોતાની નાની ઉંમરમાં ભણી નથી શક્યા તેઓ જેલમાં રહીને અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં 50 વર્ષથી વધુ ઉંમરના 18 પુરુષ કેદી ઓ  અને 12 મહિલા કેદીઓ જેલમાં અભ્યાસ કરી રહી છે. જેલમાં કૌશલ્ય વર્ધન કેન્દ્ર પણ છે. જેમાં કોમ્યુટર કોર્ષ, વાયરમેન કોર્ષ જેવા વ્યવસાય કોર્ષનો સમાવેશ છે.

 

2018થી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ અંતર્ગત બેકરી કોર્ષ, ટીવી કોર્ષ અને ખેતી સહિતના કોર્ષ ભણાવવામાં આવે છે. જેલની 90 એકરની જમીનમાં ખેતી કોર્ષ માટે તાલીમ અપાય છે. તમામ કોર્ષના શિક્ષકો પોતાની લાયકાત પ્રમાણે ફાળવેલ સમયે કાચા અને પાકા કામના કેદીને જેલમાં અભ્યાસ કરાવે છે.કેદીઓ માટે 10,000 પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી બનાવવામાં આવી છે. 

 આઈઆઈટી પાદરા અને ટ્રાન્સપેક લિમિટેડ કંપની દ્વારા જેલની અંદર વિવિધ કોર્ષ ભણાવવામાં આવે છે. જેલના સુપ્રિટેન્ડટ વી.આર પટેલના માર્ગદર્શનમાં જેલમાં સંગીત અને પેઇન્ટિંગના વર્ગો કેદીઓ માટે નિયમિત ચલાવવામાં આવે છે. આવનારા સમયમાં સંગીતના કાર્યક્રમમાં કેદી “ ભાગ લેશે અને કેદી “એ બનાવેલ પેઇન્ટિંગનું એક્ઝિબિશન યોજાશે.

કેદીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે તેઓ અભ્યાસની તૈયારી માટે બેરેકમાં રહીને પણ વાંચન કરે છે, જેની પાછળ તેઓ 5થી 7 કલાક જેટલો સમય ફાળવતા હોય છે. 

 • SSCમાં 28 કેદી
 • SSCમાં 18 કેદી
 • ઇગ્નુ યુનિ.માં 171 કેદી 
 • આંબેડકર યુનિ.માં 55 કેદી 
 • પ્રૌઢ શિક્ષણમાં 18 પુરુષ કેદી 
 • પ્રૌઢ શિક્ષણમાં 12 મહિલા કેદી 
 • અથાણાં કોર્સમાં 30 કેદી 
 • કોમ્પ્યુટર કોર્સમાં 18 કેદી 
 • વ્હીકલ રિપેરિંગ કોર્ષમાં 18 કેદી 
 • બેકરી કોર્ષમાં 30 કેદી 
 • ટી.વી કોર્સમાં 30 કેદી 
 • ખેતી કોર્સમાં 30 કેદી 
 • બાગાયતી કોર્સમાં 25 કેદી 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો