તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં ભરશિયાળે જળ કટોકટી, 55ને બદલે માંડ 15 મિનિટ પાણી મળે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીવા માટે વ્યક્તિ દીઠ દૈનિક 20થી 30 લિટર અને વપરાશ માટે 150 લિટર પાણી આપવામાં નિષ્ફળ પુરવાર(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
પીવા માટે વ્યક્તિ દીઠ દૈનિક 20થી 30 લિટર અને વપરાશ માટે 150 લિટર પાણી આપવામાં નિષ્ફળ પુરવાર(પ્રતિકાત્મક તસવીર)
  • ઓછા પ્રેશરથી અને દૂષિત પાણી મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી 
  • કોર્પોરેશન રૂ.300ના ભાવે જ્યારે ખાનગી ધંધાર્થીઓ રૂ.500 પાણીના ટેન્કર આપે છે
વડોદરાઃ સ્માર્ટ સિટીની વાતો વચ્ચે વડોદરા મહાનગર સેવા સદન શહેરીજનોને નિયમ પ્રમાણે પીવા માટે વ્યક્તિ દીઠ દૈનિક 20થી 30 લિટર અને વપરાશ માટે 150 લિટર પાણી આપવામાં નિષ્ફળ પુરવાર થયું છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભર શિયાળે ઓછા પ્રેશરથી અને દૂષિત પાણી મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કોર્પોરેશન 55 મિનિટ પાણી આપવાને બદલે માંડ 15થી 20 મિનિટ પાણી પૂરું પાડે છે. 

-કોર્પોરેશન દ્વારા ગેરકાયદે પાણીના જોડાણો કાપવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 450 જેટલા જોડાણો કાપીને સંતોષ માન્યો છે. તો બીજી તરફ ઘણા લોકો પાણીનો પ્રશ્ન હલ કરવા ગેરકાયદે જોડાણો પણ જોડી રહ્યા છે. જ્યારે અમુક વિસ્તારમાં લોકો ટેન્કરો દ્વારા પાણી મંગાવી રહ્યા છે.  

વડોદરા મહાનગર સેવા સદનના પાણી પુરવઠા વિભાગના અધિકારી અલ્પેશ મજમુદારે જણાવ્યું હતું કે, શહેરમાં પ્રતિદિન 500 મિલિયન લિટર પાણીની માંગ છે. કોર્પોરેશન દ્વારા ખાનપુર, મહિસાગર અને આજવા સરોવર દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવામાં આવે છે. ચાલુ વર્ષે વરસાદની ઘટ હોવાથી આજવા સરોવરમાં પાણીનું લેવલ ઓછું છે. શહેરના 15થી 20 ટકા વિસ્તારમાં પુરતા પ્રેશરથી પાણી મળતું ન હોવાની ફરિયાદો છે. 

 

જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલે જણાવ્યું કે, શહેરીજનોને પુરતા પ્રેશરથી અને શુદ્ધ પાણી મળવું જોઇએ. જે વિસ્તારમાં ઓછા પ્રેશરથી અને દૂષિત પાણી મળે છે, તે વિસ્તારમાં ત્વરીત કામગીરી કરવામાં આવે છે. આગામી દિવસોમાં શહેરીજનોને પુરતા પ્રેશરથી અને શુદ્ધ પાણી મળે તે માટે નક્કર આયોજન કરવામાં આવી રહ્યું છે.  

અન્ય સમાચારો પણ છે...