તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકી હુમલાના શહીદોને વડોદરામાં લગ્નના વરઘોડામાં શ્રદ્ધાંજલિ, લગ્ન ગીતોને બદલે દેશ ભક્તિના ગીતો વાગ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નમાં મૌન રાખીને જાનૈયાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી 
વડોદરાઃ વડોદરા શહેરના કાપડિયા પરિવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા કાપડિયા પરિવારે શ્રદ્ધાંજલિના બેનર્સ સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. અને વરઘોડામાં લગ્ન ગીતોને બદલે દેશ-ભક્તિના ગીતો વાગ્યા હતા.

વડોદરાના ગોત્રી રોડ પર રહેતા સ્વપ્નીલ રતિલાલ કાપડિયાના સુરતની એન્જલિકા સાથે વાસણા રોડ પર આવેલા એચએમ પાર્ટી પ્લોટ ખાતે આજે લગ્ન યોજાયા છે. જોકે લગ્ન પહેલાં જ ગઇકાલે ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા આરપીએફના જવાનો શહીદ થતા કાપડિયા પરિવારે લગ્નમાં જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું. 

સ્વપ્નીલ રતિલાલ કાપડિયા વડોદરામાં જ્વેલરી શો-રૂમમાં નોકરી કરે છે. અને સ્વપ્નીલના પિતા રતિલાલ કાપડિયાનું એક વર્ષ પહેલાં મૃત્યું થયું હતું. અને સ્વપ્નીલને એન્જલિકા સાથે પ્રેમ થયા બાદ આજે એરેન્જ મેરેજ યોજાયા હતા. જોકે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં જવાનોની શહીદી બાદ પરિવારે લગ્નમાં લગ્ન ગીતોને બદલે દેશ ભક્તિના ગીતો વગાડીને શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...