તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા પાસે NH-48 પર ઉભેલા ટ્રકની પાછળ કાર ઘૂસી ગઇ, બે મિત્રોના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઃ વડોદરા પાસે નેશનલ હાઇવે નં-48 પર વરણામા ગામ પાસે ઉભેલા ટ્રકથી પાછળ કાર ઘૂસી જતા બે મિત્રોના મોત નીપજ્યા છે. પોલીસે ઘટના સ્થળે દોડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ચાણસદના મુકેશભાઇ બેચરભાઇ પઢીયાર અને પિનાકીન બચુભાઇ પટેલ(34) રાત્રે અઢી વાગ્યાની આસપાસ ઘરેથી પોર તરફ જવા માટે નીકળ્યા હતા. આ સમયે વહેલી પરોઢે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેઓ જ્યારે વરણામા પાસે પહોંચ્યા તે સમયે રોડ પર ઉભેલા ટ્રકની પાછળ તેમની કાર ઘૂસી ગઇ હતી. જેમાં મુકેશભાઇ પઢીયારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે કારમાં તેમનો મૃતદેહ ફસાઇ જતા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.

પિનાકીનભાઇ પટેલને ઇજાગ્રસ્ત હાલતમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે સયાજી હોસ્પિટલના ડોક્ટર્સે તેઓને મૃત જાહેર કર્યાં હતા. જેથી તેમના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ સયાજી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. 

પિનાકીનભાઇ પટેલ પાદરા તાલુકાના પરબડીયા ગામમાં રહેતા તેમના મિત્ર ભરતભાઇ રાયની કાર લઇને નીકળ્યા હતા. આ સમયે અકસ્માત થયો હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો