તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં વેપારીની હત્યાના પ્રયાસના કેસમાં બે હુમલાખોર ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીએ પોલીસ કેસ પરત ન ખેંચતા જીવલેણ હુમલો કર્યો હતો  

વડોદરાઃ વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક સિદ્ધનાથ રોડ પર ફ્રૂટના વેપારીને બે શખ્સોએ ચાકૂના 5 જેટલા ઘા અને પાઇપના ફટકા મારી જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા. આ કેસમાં નવાપુરા પોલીસે અજય વસંતભાઇ ચૂનારા અને સાહીલ વિજયભાઇ ચૂનારાની ધરપકડ કરી છે. 

બંને આરોપીઓની પોલીસે પૂછપરછ હાથ ધરી
વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં રહેતા વેપારી અલ્પેશભાઇ ભૈયા બુધવારે સવારે ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટ લેવા માટે ગયા હતા. તે સમયે બકરાવાડીમાં રહેતો અજય અને સાહીલ નામના બે શખ્સોએ પોલીસ કેસ કેમ પાછો ખેંચતો નથી. તેમ જણાવી વેપારી પર હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વેપારી કલ્પેશ શાહને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. નવાપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...