તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કથ્થકમાં સૂર વીરતાની ગાથા રજૂ કરતી કૃતિઓ દ્વારા શહીદો શ્રદ્ધાંજલિ અપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: જમ્મુ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા જવાનોને શહેરની કથ્થક દર્શન ચેરિટેબલ સંસ્થા દ્વારા કથ્થકમાં શૂર વીરતાની ગાથા રજૂ કરતી કૃતિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં દેશ-વિદેશના આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા કથ્થક નૃત્ય રજૂ કરાશે.

ડો. પ્રિતી સાઠે દામલેએ જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસીય આંતરરાષ્ટ્રીય કથ્થક નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 કલાકે સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે. આ નૃત્ય મહોત્સવમાં સિંગાપોરના પંડિત ચરણ ગિરધર ચાંદ, યુએસએના પ્રાચી દીક્ષિત, ન્યૂ દિલ્હીના રાજેન્દ્ર ગાંગાણી, પૂણેના જાણીતા તબલા વાદક પંડિત અરવિંદ આઝાદ સહિત સ્થાનિક કલાકારો ડૉ. પ્રીતિ સાઠે દામલે અને યુવા કલાકાર દુર્ગેશ ગાંગાણી નૃત્યના કામણ પાથરી રહ્યા છે. 

આ કાર્યક્રમ દરમિયાન પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલામાં વીર ગતી પામનાર બહાદુર જવાનોને કલા માધ્યમથી શોકાંજલી પાઠવવામાં આવી હતી. આજે પણ કથ્થક દ્વારા પુલવામાં શહીદ થયેલા જવાનોને વિવિધ કૃતિઓ કથ્થક દ્વારા રજૂ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ સંસ્થાની સ્થાપના વર્ષ-1995માં ડો. પંડિત જગદીશ ગાંગાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં યુવા કલાકારોને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો