તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં ફાઇનાન્સ કંપનીમાં બોગસ દસ્તાવેજ રજૂ કરીને લોન લેવાનું કૌભાંડ ઝડપાયું, 3ની ધકપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફાઇનાન્સમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન લેવાના ચાલી રહેલા કૌંભાડનો વારસીયા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કૌંભાડમાં ભેજાબાજ ત્રિપુટીની સાઇબર કાફેની ઓફિસમાં દરોડો પાડી ઢગલાબંધ દસ્તાવેજો કબજે કરીને ત્રિપુટીની ધરપકડ કરી છે.

દસ્તાવેજો સાથે ચેડા કરીને કૌભાંડ થતુ હતું
વારસીયા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. એસ.એસ.આનંદે જણાવ્યું હતું કે, વડોદરાના વારસીયા પોલીસે માહિતીના આધારે વારસીયા વિસ્તારમાં આવેલા ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ પાસે બિરેન શાહની માલિકીની આવિષ્કાર સાઇબર કાફેમાં બેંકોમાંથી લોન લેવા માટે ડિફોલ્ટર થયેલા અને લોન ઇચ્છુક સામાન્ય વ્યક્તિ પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો લઇને અને તેમાં સુધારો-વધારો કરીને કેપિટલ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સ કંપનીઓમાંથી તેઓના સાગરીતો દ્વારા બોગસ દસ્વાવેજો રજૂ કરી કન્ઝ્યુમર ચીજવસ્તુઓના નામે લોન લઇને છેતરપિંડી કરવાનું કૌંભાડ ચાલતુ હતું.  

દસ્તાવેજોના આધારે સીમ કાર્ડ ખરીદતા હતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુબિન શેખ અને ગણપત ઉર્ફ ગણેશ રાજપુત બેંકોમાંથી લોન લેવા માટે ડિફોલ્ટરો શોધી લાવતા હતા. અને તેઓ પાસેથી લોન લેવા માટે જરૂરી આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ જેવા ઓરીજનલ દસ્તાવેજો લેતા હતા. આ દસ્તાવેજો તેઓ બિરેન શાહની ઓફિસમાં લઇ જતા હતા. બિરેન શાહ ઓરીજનલ દસ્તાવેજો સ્કેન કરીને તેમાં નામ, સરનામું, જન્મ તારીખ વિગેરે સુધારા-વધારા કરતો હતો. અને જે નામે દસ્તાવેજો બનાવતા હતા. તે દસ્તાવેજોના આધારે સીમ કાર્ડ ખરીદતા હતા. ત્યારબાદ ત્રિપુટી કેપિટલ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સમાં તેઓના મળતીયાઓ દ્વારા રજૂ કરી વિવિધ ચિજવસ્તુઓના નામે લોન મંજૂર કરાવતા હતા. અને લોન ઉપર ટી.વી., ફ્રિઝ, ઓવન, એ.સી. જેવી ચીજવસ્તુઓ ખરીદતા હતા. તે વસ્તુઓ તેઓ ગ્રાહકો શોધીને વેચીને કેસ કરી લઇ ફાઇનાન્સ કંપનીઓ સાથે છેતરપિંડી કરતા હતા.

કૌંભાડમાં બેંક અને ફાઇનાન્સ કંપનીના કેટલાક કર્મચારીઓની સંડોવણીની શક્યતા
પોલીસે આ કૌંભાડમાં ભેજાબાજ મુબીન ઇસુબ શેખ (રહે. ભાંડવાડા, ફતેપુરા), ગણપત ઉર્ફ ગણેશ ગોપાલ રાજપૂત (રહે. ભાંડવાડા, ફતેપુરા) તેમજ બિરેન સતીષચંદ્ર શાહ (રહે. એ-14, આવિષ્કાર સોસાયટી, હરણી રોડ)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે તેઓની ઓફિસમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ, સંખ્યાબંધ પેઇન ડ્રાઇવ, કમ્પ્યુટર, સહિત દસ્તાવેજો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને શંકા છે કે, આ કૌંભાડમાં બેંક અને ફાઇનાન્સ કંપનીના કેટલાંક કર્મચારીઓની સંડોવણીને નકારી શકાય તેમ નથી. તપાસ દરમિયાન અન્ય વિગતો બહાર આવશે. તેમ વારસીયા પોલીસે જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...