તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ અન્ય ગુનાની તપાસમાં ગઇ અને દારૂ મળ્યો, 2 બુટલેગર સહિત 3ની ધરપકડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મિત્રોને દારૂ વેચવાનો ધંધો કરતા હિતેશની ઓફિસમાંથી દારૂ પકડાયો

વડોદરા: વડોદરા શહેરના ગોત્રી રોડ પર તક્ષ કોમ્પ્લેક્ષ સ્થિત ઓફિસમાં તપાસમાં ગયેલી પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઓફિસના માલિકની દારૂ અંગે પૂછપરછ કરતા તેઓને સપ્લાય કરનાર બે બુટલેગરોને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.  
 

પી.સી.બી.ના પી.આઇ. આર.સી. કાનમીયાએ જણાવ્યું હતું કે, ગોત્રી રોડ ઉપર તક્ષ કોમ્પ્લેક્ષ સ્થિત જી-7માં હિતેષ ઉર્ફ પરેશ હસમુખ પટેલ (રહે. ડી-6, અરૂણાચલ સોસાયટી, સમતા રોડ, ગોરવા)ની ઓફિસ આવેલી છે. તેની સામેના એક ગુન્હાની તપાસ માટે પોલીસ તેની ઓફિસમાં ગઇ હતી. જ્યાંથી પોલીસે રૂપિયા 28,550ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. હિતેષ વિદેશી દારૂનો જથ્થો સ્થાનિક બુટલેગરો પાસેથી મંગાવતો હતો. અને તેના મિત્ર વર્તુળમાં વેચતો હતો. 

પી.આઇ.એ જણાવ્યું હતું કે, હિતેષ ઉર્ફ પરેશે તેને વિદેશી દારૂનો જથ્થો પહોંચાડનાર વ્યક્તિ આવવાનો છે. તેમ જણાવતા પોલીસે નટુભાઇ સર્કલ પાસે વોચ ગોઠવીને કારમાં દારૂ આપવા માટે આવી રહેલા યોગેશ નવિન પ્રજાપતિ (રહે. એ-2, 104, શાલીગ્રામ રેસિડેન્સી, એરફોર્સ નજીક, મકરપુરા)ને રૂપિયા 52,700ની કિંમતનો વિદેશી દારૂ અને બે મોબાઇલ તેમજ કાર મળી કુલ રૂપિયા 6,18,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. તે બાદ તેના સાથી બુટલેગર ભુપેન્દ્ર મણીલાલ રાવળ (રહે. એ-91, શુભલક્ષ્મી સોસાયટી, માંજલપુર)નું નામ આપતા પોલીસે તેણે પણ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પી.એસ.આઇ. એ.ડી. મહંત, પી.એસ.આઇ. આર.એચ. સોલંકી, એ.એસ.આઇ. કિરીટભાઇ, હે.કો. હરીભાઇ, પો.કો. અબ્દુલભાઇ વિગેરે સાથે જોડાયા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો