તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાના નિઝામપુરા રોડ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેંકમાં પહોંચેલા મેનેજરને CCTVના કેબલ કાપેલા મળી આવ્યા

વડોદરા: વડોદરા શહેરના નિઝામપુરા રોડ ઉપર ગોવર્ધન નાથજી હવેલી પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના એ.ટી.એમ.માં ગત મોડી રાત્રે ચોરીનો પ્રયાસ થયો હતો. બેંક મેનેજરને ચેન્નાઇ ખાતેના કંટ્રોલ રૂમમાંથી એ.ટી.એમ.ના સી.સી.ટી.વી.ના કેબલ કોઇ કાપી રહ્યું હોવાની જાણ થઇ હતી. બાદમાં મેનેજરે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ચોર તે પહેલા જ ભાગી છુટ્યા હતા

એસ.બી.આઇ.ના બ્રાંચ મેનેજર બિપીનકુમાર ગૌરીશંકર સીંગને રવિવારે મોડી રાત્રે ચેન્નાઇ ખાતે આવેલા કંટ્રોલ રૂમમાંથી 16045 નંબરના એ.ટી.એમ.ના સી.સી.ટી.વી.ના કેબલ વાયર કોઇ કાપી રહ્યું હોવાની જાણ કરવામાં આવી હતી. તુરંત જ તેઓએ સેન્ટ્રલ ઇન્ટીમેશન સિસ્ટમ દ્વારા તપાસ કરતા કોઇ એ.ટી.એમ.માંથી ચોરીનો પ્રયાસ કરી રહ્યો હોવાની ખબર પડી હતી. તુરંત જ તેઓ તેમના બેંક ઓફિસર અવધેશકુમાર સાથે એ.ટી.એમ. ઉપર પહોંચી ગયા હતા.  

એ.ટી.એમ. ઉપર પહોંચીને તપાસ કર્યા બાદ બેંક મેનેજરે તુરંત જ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. ગણતરીની મિનીટોમાં ફતેગંજ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. જોકે, પોલીસને એ.ટી.એમ. ઉપર કોઇ મળી આવ્યું ન હતું. પરંતુ, સી.સી.ટી.વી.ના કેબલ કાપેલા જણાઇ આવ્યા હતા. 

ફતેગંજ પોલીસે બેંક મેનેજર દ્વારા આપવામાં આવેલા એ.ટી.એમ. સ્થિત સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે એ.ટી.એમ.માંથી ચોરીના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...