તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાની સરકારી સ્કૂલમાં સ્ટેટ મોનિટરિંગ ટીમની તપાસ, વિદ્યાર્થીઓ બાદબાકી પણ ન કરી શક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ મોનીટરિંગ ટીમે સ્કૂલમાં ઓચિંતી તપાસ કરી
વડોદરાઃ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા સંચાલિત ભારતી પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગની મોનીટરિંગ ટીમ આજે તપાસ માટે પહોચી હતી. મોનીટરિંગ ટીમે ધો-2માં ભણાવતા શિક્ષીકા પાસેથી બાળકોને શું ભણાવો છો, અને બાળકો કેટલું સમજે છે, તેની તપાસ કરી હતી. મોનીટરિંગ ટીમે વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીનું નામ બોર્ડ પર લખવા કહ્યું હતું. જોકે વિધાર્થીઓ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીનું નામ પણ બરોબર લખી શક્યા ન હતા. આ ઉપરાંત મોટાભાગના વિદ્યાર્થીઓને બાદબાકી કરતા પણ આવડી ન હતી. જોકે કેટલાક વિધાર્થીઓ યોગ્ય રીતે બાદબાકી, સરવાળો કરી શક્યા અને વાંચન પણ સારી રીતે કરી શક્યા હતા.

મોનીટરિંગ ટીમે શાળામાં આવતા શિક્ષકોની ઓનલાઈન હાજરી અંગે પણ ક્રોસ ચેકિંગ કર્યું હતું. સ્ટેટ મોનિટરિંગ ટીમના સભ્ય સુનિલ ગાવીતે જણાવ્યું હતું કે, અમે શાળામાં બાળકોની દર અઠવાડીયે લેવાતી પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કરી હતી. અને બાળકોને સરવાળા અને બાદબાકી કરાવડાવી હતી તેમજ વાંચન અને લેખન કરાવડાવ્યું હતું.  

માં ભારતી પ્રાથમિક શાળાના શિક્ષિકા દેવાંગી લિંબાચિયાએ કહ્યું કે, બાળકોને સારી રીતે અભ્યાસ કરાવીએ છીએ, પણ હજી પણ બાળકોમાં કચાશ રહી છે જે દૂર કરીશું. 

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, સતત 3 દિવસ સુધી અલગ-અલગ શાળાઓમાં જઇને ટીમ તપાસ કરશે, જેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો