વડોદરા / વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટી ખાતે જાઝ ફેસ્ટિવલના દક્ષિણ કોરિયાના ગૃપે પર્ફોમન્સ આપ્યું

DivyaBhaskar.com

Mar 06, 2019, 06:48 PM IST
South korea group performance in parul university in waghodia
X
South korea group performance in parul university in waghodia

વડોદરાઃ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સંચાલિત ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ દ્વારા દિલ્હી ખાતે આઠમાં ઇન્ટરનેશનલ જાઝ ફેસ્ટિવલ-2019નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દક્ષિણ કોરિયા, મોરેસિયસ, ઇઝરાયેલ, ટ્યુનીશિયા, મોરોક્કો, સ્પેન, કઝાકિસ્તાન, થાઇલેન્ડ, સિરિયા અને ભારતના જાણીતા કલાકારોએ વિવિધ કલ્ચરલ પ્રોગ્રામની પ્રસ્તુતિ કરી હતી. જેમાંથી દક્ષિણ કોરિયાના ગો બેક પ્રોજેક્ટ ગૃપ દ્વારા વાઘોડિયા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટી ખાતે પર્ફોમન્સ કર્યું હતું. 
દિલ્હી ખાતે જાઝ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
1.આ પહેલા 1થી 3 માર્ચ દરમિયાન દિલ્હી ખાતે જાઝ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાંથી દક્ષિણ કોરિયાના ગૃપે 4 માર્ચના રોજ અમદવાદ ખાતે પર્ફોમન્સ કર્યું હતું. ત્યારબાદ આજે બુધવારે પારૂલ યુનિવર્સિટી ખાતે પર્ફોમન્સ કર્યું હતું. આ પ્રસંગે પારૂલ યુનિવર્સિટીના પ્રમુખ ડો. દેવાંશુ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી