તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં પાણી લીકેજની સમસ્યા મામલે શિવસેનાના કાર્યકરોએ વોર્ડ ઓફિસમાં આવેદન ચોંટાડી દીધુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: વડોદરા શહેરના આજવા રોડ પર છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીની લાઇન લીકેજ થઇ રહી છે. વોર્ડ ઓફિસમાં અનેક વખત રજૂઆત કરવા છતાં વેડફાઇ રહેલ પાણીનો પ્રશ્નનો હલ કરવામાં ન આવતા શિવસેનાના કાર્યકરો દ્વારા આજે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા માટે ગયા હતા. વોર્ડ નંબર-9ની ઓફિસમાં કોઇ જવાબદાર અધિકારી ન મળતા કાર્યકરો નાયબ કાર્યપાલક ઇજનેરની ખુરશી ઉપર આવેદનપત્ર ચોંટાડી દીધું હતું. આ સમયે શિવસેનાના કાર્યકરોએ કોર્પોરેશનના અંધેરતંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

રોજનું હજારો લિટર પાણીનો વેડફાટ
શિવસેના કાર્યકર તેજસ અને પ્રશાંત તાંદળેએ જણાવ્યું હતું કે, પાણીની લાઇન લીકેજ હોવાના કારણે સયાજીપાર્ક સહિતની આસપાસની સોસાયટીઓમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. અને બીજી તરફ પાણીનો વ્યય થઇ રહ્યો છે. રોજનું હજારો લિટર પાણી રોડ ઉપર વહી રહ્યું છે. રોડ ઉપર વહી રહેલા પાણીના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાઇ રહ્યા છે. જો આગામી 3 દિવસમાં લીકેજ થઇ રહેલી પાણીની લાઇનનું રિપેરીંગ કામ કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...