તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં શિવ પરિવારની પ્રતિમાને સુવર્ણ મઢીત કરાઇ, લોકો માટે ખુલ્લી મૂકાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહાશિવરાત્રિની રાત્રે શિવ પરિવાર જાગનાથ મહાદેવના સાંનિધ્યમાં બિરાજશે
વડોદરા: મહાશિવરાત્રી પહેલા જ સત્યમ શિવમ સુંદરમ પરિવાર ટ્રસ્ટ દ્વારા 15 ફૂટ ઊંચા નદી પર શિવ પરિવારની પ્રતિમાને સુવર્ણથી મઢવામાં આવી છે. આ પ્રતિમાને આજે લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. મહાશિવરાત્રીના દિવસે શિવ પરિવારની શિવજી કી સવારી નીકળશે. જેમાં સાંજે 7:15 કલાકે સુરસાગર સ્થિત 111 ફૂટ ઉંચી શ્રી સર્વેશ્વર મહાદેવની મહા આરતી થશે.

સત્યમ, શિવમ્ સુંદરમ્ સમિતીના પ્રમુખ અને ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 4 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે નંદી પર સવાર મહાદેવ, માતા પાર્વતી, ગણેશજી, કાર્તિક, નારદજીની નગર યાત્રા પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળશે. અને શિવજી કી સવારી સયાજી હોસ્પિટલ બહાર આવેલા કૈલાસપુરી ખાતે સંપન્ન થશે. ત્યારબાદ શિવ પરિવાર કલાલી જાગનાથ મહાદેવ મંદિર ખાતે બિરાજમાન થવા પ્રસ્થાન કરશે. 

મહાશિવરાત્રી પૂર્વે જાણીતા કલાકારોની ભજન સંધ્યાનો શિવોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 27-2-10ના રોજ રાત્રે 8 કલાકે અંબાલાલ પાર્ક, કારેલીબાગ ખાતે શિવ પરિવારના મયંક પટેલ, હિમાંશુ પટેલ અને યોગેશ મુક્તિ દ્વારા જાણીતા ગાયક ઓસમાણ મીરની ભજન સંધ્યા., તા.28-2-019ના રોજ રોજ રાત્રે 8 કલાકે સાંસદ રંજનબહેન ભટ્ટ દ્વારા મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતે કુમારી ગીતા રબારીની ભજન સંધ્યા., તા. 1-3-019ના રોજ રાત્રે 8 કલાકે સંજય પટેલ દ્વારા ગંગાસાગર મેદાન, તરસાલી ખાતે બ્રિજરાજ ગઢવી અને દિપક જોષીની ભજન સંધ્યા. અને તા.2-3-019ના રોજ રાત્રે 8 કલાકે પોલોગ્રાઉન્ડ ખાતે ગુજરાત ટુરીઝમ અને મહાનગરપાલિકા દ્વારા જાણીતા ગાયક કૈલાસ ખેરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાશિવરાત્રિ નિમીત્તે તા.28-2-19 થી તા.9-3-019 દરમિયાન નવલખી મેદાન ખાતે શિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં હસ્તકલા, હાથશાળ તેમજ ખાદી ગ્રામોદ્યોગની ચીજવસ્તુઓના 300 સ્ટોલ તેમજ ફૂડ સ્ટોલ રાખવામાં આવશે. આ ઉપરાંત નગરજનો અને તેમના બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં શસ્ત્રોનું પ્રદર્શન પણ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો