તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં ઉંધીયુ-જલેબી વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ, નમૂના લેવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા ઉંધીયુ-જલેબી વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું હતું - Divya Bhaskar
વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા ઉંધીયુ-જલેબી વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું હતું
  • નમૂનામાં ભેળસેળ જણાશે તો વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે  

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચીક્કી, તલ સાંકળી, જલેબી-ઉંધીયું સહિતની ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનોમાં આજે દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, આરોગ્ય વિભાગના દરોડામાં એક પણ દુકાનમાંથી અખાદ્ય ચીજ વસ્તુ મળી આવી નથી. આરોગ્ય વિભાગ દ્વારા દુકાનોમાંથી વિવિધ ચીજ વસ્તુઓના નમૂના લઇ પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા. 

 

4 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું

 

વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાની 4 ટીમ દ્વારા ઓલ્ડ પાદરા રોડ, વાઘોડિયા રોડ, નિઝામપુરા, વારસીયા અને માંજલપુર વિસ્તારમાં ચીક્કી, તલ સાંકળી, જલેબી-ઉંધીયું વેચતી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 

 

શહેરીજનોને શુદ્ધ ચીજ વસ્તુઓ મળે તે માટેનો પ્રયાસ

 

આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણમાં ચિક્કી, તલ સાંકળી, ઉંધીયુ-જલેબીનું વેચાણ વધુ થતું હોય છે. શહેરીજનોને શુદ્ધ ચીજ વસ્તુઓ મળે તે માટે
આજથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...