તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં પોલીસ કર્મીઓ 5 મોલ અને 2 મલ્ટિપ્લેક્ષમાં 2 લોડેડ પિસ્તોલ સાથે ઘૂસ્યા, કોઇને ન રોક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમ બ્રાન્ચે ભીડભાડ વાળી જગ્યાઓ પર કોમન મેનની જેમ જઇને સુરક્ષાનો તાગ મેળવ્યો 
વડોદરાઃ પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ રાજ્યભરમાં હાઇએલર્ટ વચ્ચે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરાના 5 મોલ અને 2 મલ્ટિપ્લેક્ષમાં 2 લોડેડ પિસ્તોલ સાથે ઘૂસી ગઇ હતી. જોકે સિક્યુરિટીએ અટકાવ્યા ન હતા. જેથી વડોદરાના મોલ અને મલ્ટિપ્લેક્ષમાં સુરક્ષાની ઘોર નિષ્કાળજી સામે આવી હતી.

ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ મોલ, મલ્ટિપ્લેક્ષ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ વાઇટલ ઇન્સ્ટોલેશનની જગ્યાઓ, શહેરમાં પ્રવેશવાની તમામ ચેક પોસ્ટો, એક્ઝીટ પોઇન્ટ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પાસે ચેકિંગ હાથ ધરાવ્યું હતું. આ ઉપરાંત ડોગ સ્કવોર્ડ સાથે વિશેષ ચેકિંગ પણ કરાયું હતું. 

મોલ-મલ્ટિપ્લેક્ષમાં સિક્યુરિટી ચેકિંગની વ્યવસ્થાની ચકાસણીનો ક્યાસ કાઢવા હથિયારોથી સજ્જ પોલીસ કર્મચારીઓને કોમન મેનની જેમ મોકલાયા હતાં. અલગ-અલગ ટીમો સેવનસીઝ મોલ, ઇનોર્બીટ મોલ, વડોદરા સેન્ટ્રલ, સેન્ટ્રલ સ્કવેર મોલ, ડી માર્ટ, આઇનોક્સ મલ્ટીપ્લેક્ષ અને ટ્રાન્સક્યુબ મોલ પીવીઆર મલ્ટિપ્લેક્ષમાં લોડેડે બે પિસ્તોલ સાથે બિન્દાસ્ત જતા રહેતા સિક્યુરિટીની નિષ્કાળજી છતી થઇ હતી. ઇન ઓર્બીટ મોલના ગેટ પર જ હાજર સિક્યુરિટીએ તેમનું ચેકિંગ કર્યું હતું, મોબાઇલ મૂકાવી દીધો હતો, મેટલ ડીટેક્ટરમાં બીપનો અવાજ આવતો હતો. છતાં સિક્યુરિટીએ ચેકિંગ કરવાની તસ્દી લીધી ન હતી, જ્યારે સેવનસીઝ મોલમાં હાથમાં માવો ઘસતા જઇ રહેલા પોલીસ કર્મીને સિક્યુરીટીએ તપાસ્યા બાદ માવા બાબતે સલાહ આપી હતી, પણ શર્ટમાં છૂપાવી રાખેલી પિસ્તોલને તપાસી ન હતી. 

મોલ-મલ્ટીપ્લેક્ષમાં સિક્યુરિટીમાં ગંભીર નિષ્કાળજી બહાર આવતાં પોલીસે મેનેજર અને સિક્યુરિટી સ્ટાફને માર્ગદર્શન આપ્યું હતું. ભવિષ્યમાં સિક્યુરિટીમાં છીંડા બહાર આવશે તો તેમના વિરૂદ્ધ પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ જગ્યાઓ પર સીસીટીવી ફૂટેજ પર સર્વેલન્સ રાખવામાં આવ્યું છે. 

કોઇપણ ઘટના બને ત્યારે સોશિયલ મીડિયા પર ટીકાઓ અને મેસેજોની ભરમાર થઇ જાય છે. રાજ્યમાં હાલ એલર્ટ વચ્ચે પોલીસે જુદા જુદા સ્થળે ચેકિંગ શરૂ કર્યા ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ વોચ રાખી છે. જો કોઇ વ્યક્તિ દેશ વિરોધી કે સમાજ વિરોધી પોસ્ટ શેર કરશે તો કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી પણ પોલીસે ઉચ્ચારી છે. આગામી દિવસોમાં શહેર પોલીસ તરફથી આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે. કોઇ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો