પર્દાફાશ / વડોદરામાં 2થી 5 હજાર રૂપિયામાં બોગસ માર્કશીટનું વેચવાનું કૌભાંડ ઝડપાયું, BBA થયેલા યુવાનની ધરપકડ

One person arrested on bogus mark sheet scam in vadodara
X
One person arrested on bogus mark sheet scam in vadodara

  • પોલીસે આરોપી યુવાનની પૂછપરછ હાથ ધરી

DivyaBhaskar.com

Mar 15, 2019, 02:42 AM IST
વડોદરા: બી.બી.એ.ના યુવાન દ્વારા દેશના વિવિધ રાજ્યોની ધો-10 અને 12 અને બી.એ.ની બોગસ માર્કશીટ બનાવીને વેચવાના ચાલતા કૌભાંડનો વડોદરા શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ભેજાબાજ યુવાનની ઓફિસમાંથી માર્કશીટ્સ અને વિવિધ રાજ્યોની યુનિવર્સિટીની માર્કશીટોનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
1. લલિતા ટાવરમાં બોગસ માર્કશીટ બનાવવાનું કૌંભાડ ચાલતુ હતું
ગોત્રી પોલીસ મથકના પી.આઇ. ડી.કે. રાવે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગોત્રી પોલીસને સ્ટેશન વિસ્તારમાં આવેલા લલિતા ટાવર કોમ્પ્લેક્ષમાં બોગસ માર્કશીટ બનાવવાનું કૌંભાડ ચાલતુ હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે ઓફિસમાં દરોડો પાડ્યો હતો. અને ઓફિસમાંથી પ્રિન્સ ભુવનેશ પાઠકને ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે તેની ઓફિસમાં તપાસ કરતા ઓફિસમાંથી પોલીસે દરોડો પાડ્યો ત્યારે ઓફિસમાંથી જયપુર યુનિવર્સિટી, ડો. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી, દેહરાદૂન ઓપન યુનિવર્સિટી, ઝારખંડ યુનિવર્સિટી, ઉત્તરાખંડ અને યુ.પી.ની યુનિવર્સિટીની માર્કશીટો મળી આવી હતી. 
2. 6 માસથી એન.પી. ગૃપના નામે ઓફિસ શરૂ કરી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 25 વર્ષિય પ્રિન્સ પાઠક વડોદરાના વાઘોડિયા રોડ, ગાયત્રી મંદિર પાસે આવેલી બી-12 અનંત શુભલમ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. પ્રિન્સ મૂળ રાજસ્થાનના કરોલી જિલ્લાના બડા બજાર ગામનો રહેવાસી છે. તે છેલ્લા 6 વર્ષથી વડોદરા રહે છે. ગુજરાતમાં બી.બી.એ.ની ડીગ્રી મેળવ્યા બાદ તેણે છેલ્લા 6 માસથી લલિતા ટાવરમાં એન.પી. ગૃપના નામે ઓફિસ શરૂ કરી હતી. અને તે ઓફિસમાં લેપટોપ અને પ્રિન્ટરના મદદથી બોગસ માર્કશીટો બનાવતો હતો. પ્રિન્સ પાઠક માર્કશીટો રૂપિયા 2000 થી રૂપિયા 5000માં વેચતો હતો. આજદિન સુધી કેટલી માર્કશીટો વેચી છે. તેની વિગતો તપાસ દરમિયાન બહાર આવશે. હાલ તેની ઓફિસમાંથી કોરી અને નામો લખેલી માર્કશીટો કબજે કરવામાં આવી છે. તેની ઓફિસમાંથી કુલ્લે રૂપિયા 69,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેની વિરૂધ્ધ ગોત્રી પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. 
3. કયા રાજ્યોની સ્કૂલ- યુનિ.ની માર્કશીટ
પ્રિન્સની ઓફિસમાંથી ઉત્તરાખંડ ઓપન સ્કૂલ દહેરાદૂનનાં 8 માઇગ્રેશન સર્ટિ. તથા 31 માર્કશીટ મળી હતી. આ જ સ્કૂલનાં 27 માઇગ્રેશન સર્ટિ અને 28 માર્કશીટ મળ્યાં હતાં, તથા આ સ્કૂલની ધોરણ 12ની કોરી 42 માર્કશીટ મળી હતી. આગ્રાની ડો.ભીમરાવ આંબેડકર યુનિ.ની 58 માર્કશીટ, ઝારખંડ સ્ટેટ ઓપન સ્કૂલ, રાંચીના 3 માઇગ્રેશન સર્ટિ અને 3 સર્ટિ. તથા રાજસ્થાનના ચુરુની ઓપીજીએસ યુનિ.ની 3 માર્કશીટ, યુપીની માધ્યમિક શિક્ષા પરિષદના નામની 2 માર્કશીટ અને સર્ટિ. તથા આગ્રાની ભીમરાવ આંબેડકર વિશ્વ વિદ્યાલયની માર્કશીટ અને સર્ટિ મળ્યાં હતાં.
4. આ ધંધામાં મોટો દલ્લો મળશે તેમ લાગ્યું
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે 26 વર્ષના પ્રિન્સ પાઠકે અમદાવાદમાં બીબીએ સુધીનો અભ્યાસ કરેલો છે. તે અમદાવાદમાં રહેતો હતો ત્યારે બોગસ દસ્તાવેજો અને માર્કશીટો બનાવતાં કેટલાંક તત્ત્વોના સંપર્કમાં આવ્યો હતો, જેથી તેને પણ આ ધંધામાં મોટો દલ્લો મળશે તેવી લાલચ જાગી હતી અને વડોદરામાં રહેવા આવ્યા બાદ 6 માસથી તેણે પણ ઓફિસ ખોલી બોગસ માર્કશીટો બનાવવાની શરૂઆત કરી હતી. તેણે આ માટે જસ્ટ ડાયલમાં જાહેરાત આપી હતી અને તેના માધ્યમથી વિદ્યાર્થીઓનો સંપર્ક કરતો હતો. તેને 1 ભાઇ અને બહેન છે.
5. જૈમિકા જોષીના નામના 10 ચેક મળ્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રિન્સ 2 હજારથી માંડી 10 હજાર સુધીમાં બોગસ માર્કશીટ અને સર્ટિ બનાવી આપતો હતો. તેની પાસેથી જૌમિકા જોશીના નામના 1.80 લાખનો, 1.50 લાખનો તથા અન્ય અલગ અલગ 10થી વધુ ચેક મળ્યા હતા. પોલીસે ત્રણ લેપટોપ તથા બે પ્રિન્ટર પણ કબજે કર્યાં હતાં.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી