તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા નજીક ભીમપુરા ગામે ડમ્પરે બાઇકને અડફેટે લેતા એક યુવાનનું મોત, 2 ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતગ્રસ્ત બાઇક અને મૃતક યુવાન અમિત નિઝામા - Divya Bhaskar
અકસ્માતગ્રસ્ત બાઇક અને મૃતક યુવાન અમિત નિઝામા
  • અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઇ ગયો

વડોદરા: વડોદરા શહેર નજીક ભીમપુરા ગામ પાસે આજે સવારે બાઇક પર સવાર 3 યુવાનોને ડમ્પરે અડફેટે લીધા હતા. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ડમ્પર ચાલકને ભાગતા જોઇને લોકોએ તેના ઉપર પથ્થરમારો કર્યો હતો. 

યુવાન નોકરી પર જવા નીકળ્યો અને સામે મોત મળ્યું
ભીમપુરા ગામના ભાથુજી ફળિયામાં રહેતા અમિત હરીશભાઇ નિઝામા (ઉં.વ.26), રાકેશ સુરેશભાઇ પરમાર (ઉં.વ. 20) અને સંજયભાઇ મહિજી નિઝામા (ઉં.વ.20) રોજની જેમ આજે સવારે બાઇક લઇને વડોદરા તરફ નોકરી પર જવા માટે નીકળ્યા હતા. અમિત નિઝામા મુજમહુડા ખાતે આવેલી રોયલ એનફિલ્ડના શોરૂમમાં નોકરી કરતો હતો. ભીમપુરા પાસે ત્રણેય બાઇક ચાલક મિત્રોને પસાર થઇ રહેલા ડમ્પરે અડફેટે લેતા અમિત નિઝામાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. અન્ય બે મિત્રોને 108 દ્વારા ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.