તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદોના પરિવારજનો માટે વડોદરામાં રૂપિયા 1 કરોડથી વધુ રકમ ભેગી થઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શહીદ સ્મારકનો ફ્લોટ ઉભો કરીને શ્રદ્ધાજંલિ આપી - Divya Bhaskar
ગુજરાત પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શહીદ સ્મારકનો ફ્લોટ ઉભો કરીને શ્રદ્ધાજંલિ આપી
 • કલેક્ટર કચેરીમાં મદદ માટે રોજ 10થી વધુ ઇન્કવાયરી આવે છે 
વડોદરાઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે વડોદરા શહેરના નાગરીકો, ઉદ્યોગપતિઓ તેમજ સંસ્થાઓ મળીને 1 કરોડથી વધુની રકમ ભેગી કરી છે. આ રકમને સૈનિક કલ્યાણ બોર્ડ, ભારત કે વીર વેબસાઈટ અને કલેક્ટર મારફતે શહીદોના પરિવારજનો સુધી પહોચાડાશે. બીજી તરફ જીલ્લા કલેક્ટર કચેરીમાં જવાનોના પરિવારજનોની મદદ માટે રોજની 10થી વધુ ઈન્કવાયરી આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. 

વડોદરા જીલ્લા તંત્રના અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 10 દિવસમાં શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય કેવી રીતે પહોંચાડાય તેવી 5 હજારથી વધુ ઈન્કવાયરી આવી છે. જેમાં શહેરીજનોએ રૂ.1 કરોડથી વધુની રકમ ડોનેટ કરવાનું નક્કી કર્યું છે. જોકે ગૃહ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા ગોઠવાઈ નથી.પરંતુ રાજ્યમાં લોકો દ્વારા જે આર્થિક મદદ કરવાની ભાવના જોઈને સરકારે પણ હવે સીઆરપીએફના શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય પહોંચે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. જોકે ગૃહ વિભાગના અધિકારીઓ દ્વારા મીનીસ્ટ્રી ઓફ હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવેલી 'ભારત કે વીર' નામની વેબસાઈટ પરથી પણ શહીદ જવાનોને આર્થિક મદદ મોકલી શકાશે તેમ જણાવ્યું છે.

યુનાઈટેડ વે ઓફ બરોડા દ્વારા રૂ.40 લાખ  નંદેસરી એસોસીએશન દ્વારા રૂ.55 લાખ  હેલ્પીંગ એન્ડ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રૂ.1.11 લાખ  ઉદ્યોગપતી ભરત દેસાઈ દ્વારા રૂ. 11 લાખ 

કલેક્ટર કચેરીમાં રોજે રોજ શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય મોકલવા માટેની ઈન્કવાયરી આવી રહી છે. આ સહાય સીઆરપીએફના જવાનોના પરિવારજનો સુધી પહોંચે તે માટે ટુંક સમયમાં જ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેના માટે એેક અલગથી એકાઉન્ટ બની શકે છે, જેમાં રકમ ટ્રાન્સફર કરી શકાશે. -શાલીની અગ્રવાલ,જીલ્લા કલેક્ટર 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો