તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં 1.347 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • આરોપી 15 વર્ષથી ગાંજાનું વેચાણ કરતો હતો
વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી 1.347 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે વડોદરા શહેર પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ગાંજાનો જથ્થો પાદરા તાલુકાના વડુ ગામમાંથી આવતો હતો. આરોપીના ઘરમાંથી રૂપિયા 9679ની કિંમતનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. 

1) આરોપી અગાઉ 2005 અને 2012માં ગાંજા સાથે પકડાયો હતો

વડોદરા એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. વી.એ. ચારણે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીના કોતર નજીક ગણપતિ મંદિર વાળા મકાનમાં હરી ઉર્ફ હરીલાલ મોહન કહાર ગાંજાનો ધંધો કરતો હતો. બાતમીના આધારે તેના ઘરે દરોડો પાડી 1.347 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. હરીને ગાંજાનો જથ્થો પાદરા તાલુકાના વડુ ગામનો એક વ્યક્તિ એક માસ પહેલાં ગાંજાનો જથ્થો આપી ગયો હતો. આરોપી હરી અગાઉ વર્ષ-2005 અને 2012માં ગાંજા સાથે પકડાયો હતો. પોલીસે બંને સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યાવાહી હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો