તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા પતંગ બજારમાં ફાયર સેફ્ટીનો અભાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા પતંગ બજારમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે - Divya Bhaskar
વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા પતંગ બજારમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે
  • પતંગ બજારમાં મોટી દુર્ઘટના સર્જાય તો જાનહાની થવાની શક્યતા 

વડોદરાઃ વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનામાં 20 જેટલી આગની ઘટનાઓ બની છે. તેમ છતાં વડોદરાના ચાર દરવાજા વિસ્તારના સૌથી મોટા પતંગ બજારમાં ફાયર સેફ્ટીની કોઇ
સુવિધા જ નથી.

વડોદરાના મધ્યમાં આવેલા પતંગ બજારમાં 10 દિવસ પહેલાંથી જ લોકો ઉત્તરાયણની ખરીદી માટે લોકો ઉમટી પડતા હોય છે. ઉત્તરાયણ આગળના દિવસે હજારોની સંખ્યામાં લોકો પતંગ-દોરાની ખરીદી માટે ઉમટી પડે છે. આખા પતંગ બજારમાં પ્લાસ્ટિક અને કાગળની પતંગો અને રિલોના પથારા હોય છે. અહીં આગ લાગે તો ગણતરીની મિનીટોમાં પતંગ બજારમાં આગ ફેલાઇ શકે છે. જોકે અહીં ફાયર સેફ્ટીનો સદંતર અભાવ જોવા મળે છે. પતંગ બજાર એસોસિયેશન દ્વારા પણ આ બાબતે ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે. 

દોરી સુતવાનું કામ કરતા મહેશ દલવાડીએ જણાવ્યું હતું કે, ખરીદી દરમિયાન આગ લાગે તો તેના માટે તકેદારીના પગલા લેવામાં આવ્યા નથી. અહીં ફાયર સેફ્ટીના કોઇ સાધનો કે વાહનો મૂકવામાં આવ્યા નથી. આ બાબતે યોગ્ય પગલાં લઇને કાર્યવાહી કરવી જોઇએ. 

અન્ય સમાચારો પણ છે...