તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો-9માં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિની ગાંધીનગરથી ટ્રેનમાં વડોદરા પહોંચી, પોલીસે પરિવારને સોંપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે પોલીસની કામગીરીને બિરદાવીને પરિવારજનોએ આભાર માન્યો

વડોદરા: ધોરણ-9માં નાપાસ થવાના ડરથી ગાંધીનગર સ્થિત પોતાના ઘરેથી નીકળેલી વિદ્યાર્થિની વડોદરા સ્ટેશન ઉપર રડતી હતી. રેલવેના મિસિંગ સ્ક્વોડ દ્વારા આ છોકરીનો કબજો
મેળવી તેના પરિવારજનોને હવાલે કરી છે. પરિવારજનોને છોકરીએ જોતા જ તે ધ્રુસકે...ધ્રુસકે રડી પડી હતી. અને પરિવારજનોની માફી માંગી હતી.

સ્ટેશનના બાકડા ઉપર બેસીને ધ્રુસકે..ધ્રુસકે રડતી હતી
રેલવે પોલીસ મથકના પી.આઇ. વાય.બી.વાઘેલાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં રહેતી અને ધોરણ-9માં અભ્યાસ કરતી કાજલ (નામ બદલ્યું છે) નાપાસ થવાના ડરથી ગુરૂવારે ઘરેથી
નીકળી ગઇ હતી. અને ઓખા અર્નાકુલમ એક્સપ્રેસમાં બેસી ગઇ હતી. વડોદરા રેલવે સ્ટેશન આવતા કાજલ ઉતરી ગઇ હતી. સ્ટેશનના બાકડા ઉપર બેસીને ધ્રુસકે..ધ્રુસકે રડતી હતી. 

મિસિંગ સ્કવોડની ટીમે વિદ્યાર્થિનીને રડતી જોઇ
પી.આઇ.એ જણાવ્યું કે, રેલવે પોલીસ તંત્ર દ્વારા મિસિંગ થયેલા બાળકોને શોધી કાઢવા માટે ખાસ મિસિંગ સ્ક્વોડ બનાવવામાં આવ્યું છે. આ સ્ક્વોડના એ.એસ.આઇ. પ્રવિણાબહેન, હેડ
કોન્સ્ટેબલ વિનોદભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ બાલુભાઇ સ્ટેશન પર ફરી રહ્યા હતા. તે સમયે તેમની નજર બાંકડા ઉપર બેસીને રડી રહેલી કાજલ ઉપર પડતા તેણે પોલીસ મથકમાં લઇ
આવ્યા હતા. જ્યાં તેની પૂછપરછ કરતા તેણે નાપાસ થવાના ડરથી ઘરેથી નીકળી આવી હોવાનું જણાવ્યું હતું.

રેલવે પોલીસે વિદ્યાર્થિનીના પરિવારજનોને જાણ કરી
કાજલે તેના પરિવારજનનો ફોન નંબર આપતા તેઓનો સંપર્ક કર્યો હતો. અને કાજલને લઇ જવા માટે જણાવતા કાજલની માતા દીકરી કાજલને લેવા માટે વડોદરા આવી પહોંચી હતી.
કાજલે માતાને જોતા જ તે રડી પડી હતી. અને પોતાની માતાની માફી માંગી હતી.