તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારૂલ યુનિવર્સિટીનાં હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે આગળ વધવા એમઓયુ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટી સંલગ્ન જવાહરલાલ નેહરૂ હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, ન્યૂ દિલ્હી ખાતે વર્લ્ડ હોમીઓપેથી ડે નિમિત્તે એપ્રિલ 9-10, 2019 દરમિયાન યોજાયેલા આંતરરાષ્ટ્રીય કન્વેનશનમાં શિક્ષણ તથા ક્લીનિકલ પ્રેક્ટિસને રિસર્ચ સાથે સાંકળવાના ભાગરૂપે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન હોમીઓપેથી, મિનિસ્ટ્રી ઓફ આયુષ સાથે એમઓયુ કરવામાં આવ્યુ હતું. આ એમઓયુ અનુસ્નાતક કક્ષાએ હોમિયોપેથિક અભ્યાસક્રમો ચલાવતી શૈક્ષણિક સંસ્થાઓએ શિક્ષણને સંશોધન સાથે સાંકળવાના ધ્યેય સાથે કરવામાં આવ્યા છે, જેને કારણે સંશોધનને લગતી માળખાકીય સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરી વિદ્યાર્થીઓને સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાશે. 

આ પ્રસંગે પારૂલ યુનિવર્સિટીના ઉપાધ્યક્ષ અને હોમિયોપેથી ચિકિત્સક ડૉક્ટર પારૂલ પટેલે જણાવ્યું કે 'કાઉન્સિલનું આ દિશામાં લેવામાં આવેલુ આ પગલું અત્યાર સુધીમાં હોમિયોપેથી ક્ષેત્રમાં જે સંશોધનો થયા છે, તેનું વિશ્લેષણ કરવામાં તથા સંશોધન ક્ષેત્રે જે પડકારો રહેલા છે તેને ઓળખી પડકારોનો સામનો કરવા માટે જરૂરી વ્યૂરચના બનાવવામાં માટે ઘણું ઉપયોગી સાબીત થશે. તદુપરાંત હોમિયોપેથી ક્ષેત્રે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અને હોમિયોપેથી ચિકિત્સકોની દ્વારા આપવામાં આવતી સારવારનો દર સુધારવા પાર હાલમાં ધ્યાન કેન્દ્રિત કરવું ઘણું જરૂરી છે. આ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત હોમિયોપેથી દવાઓ બનાવવા તથા તેને બજારમાં ઉપલબ્ધ કરાવવું પણ  ખુબ જ અનિવાર્ય છે.

પેરામેડિકલના ડિરેક્ટર ડો.કોમલ પટેલે આ પ્રસંગે વાત કરતા જણાવ્યું હતું કે 'પારૂલ યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા પણ ગયા વર્ષે શિક્ષણ તથા ક્લીનિકલ પ્રેક્ટિસને રિસર્ચ સાથે સાંકળવાના ભાગરૂપે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન હોમિયોપેથી, મિનિસ્ટ્રી ઓફ આયુષ સાથે એમઓયુ કરવામાં આવ્યો હતો. હોમિયોપેથી આપણા દેશની ચિકિત્સા પદ્ધતિના પાયામાં રહેલ છે તથા પારૂલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે 400 હોમિયોપેથી સ્નાતકો તથા 42 અનુસ્નાતકો હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિમાં પોતાનું પ્રદાન આપવા તૈયાર કરવામાં આવે છે'.

પૂર્વ મેયર જ્યોતિ પંડ્યા તથા અખીલ ભારતીય બૌદ્ધિકના અધ્યક્ષ સુનિલભાઈ મેહતા પારૂલ યુનિવર્સિટીના હોમિયોપેથી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા પારૂલ યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...