તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરણી રોડ પર કપિરાજે 4 દિવસમાં 5 લોકો પર હુમલો કર્યો, વન વિભાગે પાંજરે પૂર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કપિરાજના આતંકથી લોકોમાં ગભરાટ ફેલાયો  

વડોદરા: વડોદરા શહેરના હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે આવેલી વિજયનગર સોસાયટીમાં છેલ્લા 4 દિવસમાં 5 વ્યક્તિઓ ઉપર હુમલો કરીને ઇજા પહોંચાડનાર કપિરાજને વન વિભાગે આજે પાંજરે પૂર્યો હતો. વિજયનગરમાં આતંક મચાવનાર કપિરાજ પીંજરે પુરાતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. 

કપિરાજે વિજયનગરમાં આતંક મચાવ્યો
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલી વિજયનગર સોસાયટીમાં વાંદરાઓનું ટોળું આવી પહોંચ્યું હતું. જેમાં એક કપિરાજે ભારે આતંક મચાવ્યો હતો. કપિરાજે વિજયનગરમાં રહેતા યશ હિરેનભાઇ, વિનોદભાઇ રૂપાની અને કપિલાબહેન મથુરભાઇ પટેલ સહિત 5 વ્યક્તિઓને ઇજા પહોંચાડી હતી. કપિરાજનો ભોગ બનેલા ઇજાગ્રસ્તો પૈકી યશ ક્રિકેટ રમી રહ્યો હતો. ત્યારે તેના ઉપર હુમલો કર્યો હતો. જ્યારે વિનોદભાઇ ચાલતા જતા હતા, ત્યારે તેના ઉપર હુમલો કર્યો હતો. અને કપિલાબહેન ઘર પાસે બેઠા હતા, ત્યારે તેના ઉપર હુમલો કર્યો હતો.

કપિરાજ પકડાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો 
છેલ્લા 4 દિવસથી આતંક મચાવી રહેલા કપિરાજને પકડવા માટે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા વિસ્તારમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જે પાંજરામાં કપિરાજ આખરે પુરાઇ ગયો હતો. કપિરાજ પિંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી હતી. 

અન્ય સમાચારો પણ છે...