તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા અને પાદરાની બે કંપનીઓમાં ભીષણ આગ, પરફ્યુમ બનાવતી કંપની બળીને ખાખ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરફ્યુમની કંપનીમાં ભીષણ આગને પગલે પાદરા-જંબુસર રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરાયો
  • કંપની પાસે ઝૂંપડા બાંધીને રહેતા લોકોનો પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા
  • ચપ્પલ બનાવતી કંપનીમાં તાપણાથી અને પરફ્યુમ બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી 

વડોદરા: પાદરા- ડભાસા રોડ પર  ડિઓડરન્ટ બનાવાનું જોબવર્ક કરતી એરોમા ડી ફ્રાન્સ કંપનીમાં મંગળવારે મળસકે 4 વાગે અચાનક આગ લાગતાં 5 ટન સોલ્વન્ટ સળગી ગયું હતું. અાગમાં સોલ્વંટ અને એલપીજી ગેસ મિશ્રિત ડિઅોડ્રન્ટની બોટલો ફટાકડાના રોકેટ જેમ 200 મીટરના વિસ્તારમાં ઉડી હતી. બનાવને પગલે 7 સંસ્થાનાં ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવવા સતત 12 કલાક જહેમત  કરી હતી. આ સાથે કંપનીમાં કામ કરતી અંદાજે 300 મહિલાઓની રોજી છીનવાઇ હતી.


સોમવારની રાતપાલીનાં અંદાજે 70 કર્મચારીઓ કામ કરી રહ્યાં હતાં. દરમિયાન પ્રોડક્શન વિભાગમાં લાગેલી આગ વેરહાઉસના નવા બિલ્ડિંગ સુધી પ્રસરી હતી. અંદાજે 1 લાખ સ્વેરફીટ વિસ્તારમાં આવેલી  ફેકટરીમાં એલપીજીની બુલેટ ટેન્કમાં 10 ટન એરોસોલ રહેલું હતું. ફાયર બ્રિગેડે એલપીજી ટેન્ક પર સતત પાણીનો મારો ચલાવી 20 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન કરી ત્યાં સુધી આગ ફેલાતાં અટકાવી હતી.ફેકટરીની બાજુમાં આવેલા લાકડાના વેર હાઉસના થોડા હિસ્સાને આગે ઝપટમાં લીધો હતો. ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટીના ડાયરેક્ટર વિજય પટેલ મુજબ કંપનીમાં ફિનિશ પ્રોડક્ટ અને રો-મટિરિટલ માટે રહેલું સોલ્વંટ જ્યાં સુધી પૂરું સળગી ન જાય ત્યાં સુઘી આગ ચાલુ રહે. ફોમ અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઇ હતી. આગમાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી. ઘટનાને પગલે એસડીએમ સહિત ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા. જોકે મોડી સાંજે ફરી એક વખત આગ લાગતાં તંત્ર દોડતું થયું હતું.

અન્ય સમાચારો પણ છે...