તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પડતર માંગણીઓને લઈ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ હાથે કાળી પટ્ટી બાંધી ધરણા કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડના કર્મચારીઓને 4 વર્ષથી ગણવેશ મળ્યો નથી
  • અગાઉ મ્યુનિ. કમિશનર અને મેયરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
  • નિરાકરણ નહિં આવે તો ઉગ્ર આંદોલનની કરવાની ચીમકી ઉચ્ચારી હતી

વડોદરા: ફાયર બ્રિગેડના નિવૃત્ત ચિફ ફાયર ઓફિસરને આપવામાં આવેલું એક્સટેન્શન રદ કરી કાયમી નિમણૂંક કરવાની માંગ સહિત વિવિધ પડતર માંગણીઓ સાથે આજે ફાયર બ્રિગેડના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ધરણાં કર્યા હતા.
એક્સટેન્શન નિમણુંક રદ્દ કરવા માંગ: બદામડી બાગ ખાતે આવેલી ફાયર બ્રિગેડની ઓફિસ બહાર કાળી પટ્ટી ધારણ કરીને બેઠેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત ફાયર બ્રિગેડમાં ચિફ ફાયર બ્રિગેડ તરીકે ફરજ બજાવતા મુકુંદ ગુંજાલ નિવૃત્ત થઇ ગયા છે. અને તેઓને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આમ છતાં તેઓને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જેઓની નિમણૂંક તાત્કાલિક રદ કરવા અને આ પોષ્ટ ઉપર કાયમી નિમણૂંક કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ફાયર વિભાગના સૈનિકો-સબઓફિસરને પ્રમોશન મળે: આ ઉપરાંત વર્ષોથી ફાયર બ્રિગેડમાં પ્રમોશનથી ચિફ ફાયર ઓફિસરની નિમણૂંક કરવામાં આવે છે. પરંતુ, કોર્પોરેશન દ્વારા ચિફ ઓફિસરની નિમણૂંક જાહેરાત આપીને કરવાની કરેલી કાર્યવાહી રદ કરવામાં આવે. તેમજ 9 વર્ષે આપવામાં આવતો નાણાંકીય લાભ 11 વર્ષ થઇ ગયા હોવા છતાં. આપવામાં આવ્યો નથી. તે તાત્કાલિક આપવામાં આવે. અને કર્મચારીઓને 4 વર્ષથી ગણવેશ આપવામાં આવ્યો નથી. તે આપવામાં આવે તથા ફાયર સૈનિકો અને સબ ઓફિસરોને પ્રમોશન આપવામાં આવે. 
ઉગ્ર આંદોલનની ચીમકી: કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમારી માંગણીઓ પૂર્ણ કરવા માટે અગાઉ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ, અમારા પ્રશ્નોનું કોઇ નિરાકરણ ન આવતા આજે અમો કાળી પટ્ટી ધારણ કરીને ધરણા પર બેઠા છે. અમારા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહિં આવે તો ન છૂટકે અમારી ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.