તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝરી ગામમાં ઘરની બહાર સૂતેલા 9 માસના બાળકને દીપડો ખેંચી ગયો, શોધખોળ કરતા મૃતદેહ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 મહિના પહેલા બાંડી, વાવડી ગામે 4 લોકો પર હુમલો કરતાં બેના મોત થયાં હતાં

છોટાઉદેપુર: પાવી જેતપુર તાલુકાનાં ઝરી ગામે ઘરની બહાર સૂતેલા રાઠવા પરિવારના 9 માસના બાળકને દીપડો ઉઠાવી જંગલમાં લઈ ગયો હતો. આ બાળકની નજીકના જંગલમાથી પિખાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બાળકનો એક પગ અને મોઢું પણ દીપડાએ ચૂંથી નાખ્યું હતું.

માતા જાગી જતા બુમાબુમ કરી મૂકી
ઝરી ગામે આવેલ હાથણી ફળિયામાં રહેતા જશવંતભાઈ બલસિંગભાઈ રાઠવા ગરમીના કારણે રાત્રીના પોતાના ઘરના ઓટલા પર ખાટલો ઢાળીને નિરાતે સૂતા હતા, ત્યારે મળસ્કે 4 વાગ્યાના સુમારે અચાનક દીપડાએ હુમલો કરી જશવંતભાઇના 9 મહિનાનાં દિકરા ધવલકુમારને તેની માતાના પડખામાંથી ઉઠાવી લઈ જંગલમાં ભાગી ગયો હતો. દીપડો બાળકને લઇ જતી વખતે દીપડાનો પગ ધવલની માતાને લાગી ગયો હતો. જેથી ધવલની માતા જાગી ગઇ હતી અને બાજુમાં જોતા જ બાળક ધવલ દેખાયો ન હતો. જેને લઈને માતાએ બુમાબુમ કરતાં ઘરના સભ્યો જાગી ગયા હતા. તે દરમિયાન દીપડો બાળક ધવલને જંગલ તરફ લઇને ભાગી ગયો હતો.

વારંવાર માનવભક્ષી દિપડા હુમલા કરે છે
ગામ લોકો બાળકની શોધમાં નીકળ્યા હતા. એક કલાક બાદ જંગલમાંથી ધવલની લાશ મળી હતી. કદવાલ વિસ્તારમાં દીપડો માનવભક્ષી બનતા લોકોમાં રોષ સાથે ભય જોવા મળી રહ્યો છે. દીપડાના હુમલાને પગલે વન વિભાગ હરકતમાં આવ્યું છે. દીપડાને પકડવા માટે પિંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. વારંવાર દીપડા માનવ વસ્તી તરફ આવી જવાના બનાવો બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...