તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Landed At Vadodara Airport, 4 Months Before Miraj Plane, Who Called For 350 Terrorists' Accounts

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

350 આતંકીનો ખાતમો બોલાવનાર મિરાજ પ્લેનની 4 માસ પૂર્વે વડોદરા એરપોર્ટ પર લેન્ડિંગની ચકાસણી થઇ હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આતંકી કેમ્પનો ખુડદો બોલાવનાર મિરાજ પ્લેન સપ્ટેમ્બરમાં વડોદરા આવ્યા હતા
  • શહેરમાં આયોજિત ગગનશક્તિ એર શોમાં સૂર્ય કિરણ એરોપ્લેન પણ લવાયા હતા 

વડોદરાઃ વડોદરા ખાતે સપ્ટેમ્બર-18 માસમાં ગગન શક્તિ એર-શોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડોદરા ખાતે સુર્ય કિરણ એરોપ્લેન તથા મિરાજ -2000 ફાઇટર પ્લેન વડોદરા ખાતે આવ્યા હતા.મિરાજ -2000 નું વડોદરાના એરપોર્ટ ખાતે સફળતા પુર્વક ટેક-ઓફ અને લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી દેશમાં માત્ર 2 હાઇવે અને એક માત્ર વડોદરા એરપોર્ટ પર મિરાજ-2000 ફાઇટર પ્લેનનું ટેક ઓફ અને લેન્ડિંગ સફળ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાશ્મિરમાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુ સેના દ્વારા મિરાજ-2000 ફાઇટર જેટ પ્લેન દ્વારા બાલાકોટ ખાતે આવેલ આતંકવાદીઓના ટ્રેઇનીંગ કેમ્પને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો.

 

મિરાજ-2000 ફાઇટર પ્લેન વડોદરા ખાતે સપ્ટેમ્બર 2018માં યોજવામાં આવેલ ગગન શક્તિ એર-શો દરમિયાન આવ્યા હતા. મિરાજ-2000 પ્લેન દ્વારા અગાઉ યમુના એક્સપ્રેસ હાઇવે તથા લખનાૈ- આગ્રા હાઇ-વે ખાતે સફળતા પુર્વક ટેક ઓફ અને લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.ઇમરજન્સીના સમયે ફાઇટર પ્લેનને ઉડાવવા માટેની તૈયારીના ભાગ રૂપે વિવિધ જગ્યાઓ પરથી ટેક ઓફ , લેન્ડિંગની શક્યતા અંગેની ચકાસણી માટે પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.

 

ગગનશક્તિ એર-શોમાં ભાગ લેવા માટે સુર્યકિરણ પ્લેન અને મિરાજ-2000 શહેરના મહેમાન બન્યા હતા.દેશમાં અત્યાર સુધીમાં 3 જગ્યાઓ પર સફળતા પુર્વક મિરાજ-2000 ને ટેકઓફ લેન્ડિંગ કરાયા હતા.તેમાં વડોદરા એરપોર્ટનો પણ સામેલ થાય છે.ફાઇટર પ્લેન તેમના એરબેઝ પરથી ટેક ઓફ, લેન્ડિંગ કરતા હોય છે.પરંતુ  ઇમરજન્સીના સમયે હાઇવે તથા ડોમેસ્ટીક એરપોર્ટ પર કવાયત કરવાને કારણે કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રકચરનો ફાયદો યુદ્ધ સમયે લઇ શકાય તેની તૈયારી ચકાસણી થતી હોય છે.

મિરાજ-2000 દર મિનિટે 2 ગનમાંથી 250 રાઉન્ડ ગોળી છોડે છે, જયારે 68 એમએમના 36 રોકેટ ફેંકવાની તાકાત ધરાવે છે. વાયુસેનામાંથી નિવૃત્ત થયેલા સાર્જન્ટ જય જોશીએ મિરાજની ખાસિયતો ભાસ્કરને સમજાવી...

 

  • મિરાજ સિંગલ,ડબલ અને મલ્ટીરોલ એમ ત્રણ કેટેગેરી ધરાવતું સિંગલ એન્જીન વિમાન છે.
  • મિરાજ 48 ફીટ લંબાઇ, 29 ફીટ પહોળાઇ અને 17 ફીટ ઉંચાઇ ધરાવે છે.
  • ખાલી મિરાજનું વજન 7500 કિલો હોય છે, જયારે લોડેડ દારુગોળા સાથે 13800 કિલો હોય છે.
  • મિરાજની સ્પીડ 2336 કિમી પ્રતિ કલાક હોય છે 
  • મિરાજમાં 2 ગન હોય છે અને પ્રત્યેક ગનમાંથી દર મિનીટે 125 રાઉન્ડ ગોળી છોડે છે એટલે કે 2 ગનમાંથી 250 રાઉન્ડ ગોળી ફેંકે છે.
  • મિરાજનું 68 એમએમનું નાળચું હોય છે, જેમાંથી 36 રોકેટ પ્રતિ મિનીટ ફેંકી શકાય તેવી તાકાત ધરાવે છે.
  • દુનિયામાં ભારત સહિત  9 દેશો મિરાજ ફાઇટર વિમાન ધરાવે છે
  • મિરાજ હવાથી જમીન અને અને હવાથી હવામાં પ્રહાર કરે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો