તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા નજીક ત્રિ મંદિર ખાતે કિશાન સન્માન નિધી યોજનાની શરૂઆત, મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ વડાપ્રધાન મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો 
વડોદરાઃ કેન્દ્ર સરકારે જાહેર કરેલી કિશાન સન્માન નિધી યોજનાની આજે રાજ્યના 4 ઝોનમાં શરૂઆત કરવામાં આવી છે. વડોદરા નજીક વરણામા ગામ પાસે આવેલા ત્રિ મંદિર ખાતે વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં કિશાન સન્માન નિધી યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડોદરા તાલુકાના દરેક ગામમાંથી 20-20 ખેડૂતો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખેડૂતોને યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. 

વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં કોઇ સરકારે ખેડૂતોની ચિંતા કરી નથી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મદદરૂપ થવા અને તેમની ખેતીની આવક વધે તે માટે આ યોજના બનાવી છે અને ખેડૂતોની ખેતીની આવક વધશે તેવી તેઓએ આશા વ્યક્ત કરી હતી. જોકે લાભાર્થી ખેડૂતોએ આ રકમને મજાક રૂપ ગણાવી હતી અને આગામી સમયમાં ચૂટણી આવી રહી છે, તેના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારે કરેલા દેવા માફીના કારણે સરકાર આ સહાય ચૂકવી રહી છે તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા દરેક ખેડૂતોની અગાઉથી નોંધણી કરવામાં આવી હતી. જેમના ખાતામાં આવનારા દિવસોમાં 2 હજાર રૂપિયા જમા થશે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો