તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા પાસે NH-48 પર ડમ્પરની અડફેટે દંપતિનું મોત, બાળકનો અદભૂત બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં મોતને ભટેલા દંપતિની ફાઇલ તસવીર - Divya Bhaskar
અકસ્માતમાં મોતને ભટેલા દંપતિની ફાઇલ તસવીર
  • ડમ્પરની ટક્કરે બાઇક સાથે દંપતિ હવામાં ફંગોળાયું
વડોદરા: આજવા રોડ પર આવેલા નેશનલ હાઇવે પરના બ્રિજ ઉપરથી પસાર થઇ રહેલા બાઇક સવાર પરિવારને ડમ્પરે ટક્કર મારતા દંપતિનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે 6 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. 

1) ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને પોલીસ તપાસ હાથ ધરી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાણા ગામના રહેવાસી સુભાષભાઇ રમેશભાઇ વસાવા (32) તેમની પત્ની હિરલબહેન (30) વડોદરા ખોડિયારનગર વુડાના મકાનમાં રહેતા તેમના કુટુંબીના ઘરે આવી રહ્યા હતા. બાઇક પર નીકળેલા આ પરિવારને નેશનલ હાઇવે પર ડમ્પરે ટક્કર મારી હતી. જેમાં દંપતિનું સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ બાપોદ પોલીસને થતાં તુરંત જ પી.એસ.આઇ. પી.જી. બામણીયા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. અને બંને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. બીજી બાજુ ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો