તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ઓમાનના ગાયક હૈતમ રફી વૈષ્ણવજન તો...ભજન પ્રસ્તુત કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓમાનના ગાયક હૈતમ રફી વડોદરામાં વૈષ્ણવજન તો...ભજન પ્રસ્તુત કરશે - Divya Bhaskar
ઓમાનના ગાયક હૈતમ રફી વડોદરામાં વૈષ્ણવજન તો...ભજન પ્રસ્તુત કરશે
  • 'વૈષ્ણવ જન તેને કહીએ' ભજન ગાવા માટે હૈતમ રફીએ 4 દિવસ પ્રેક્ટીસ કરી

વડોદરા: મહાત્મા ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ...ગાનાર ઓમાનના જાણીતા ગાયક હૈતમ રફી વડોદરામાં આયોજીત મ્યુઝિકલ નાઇટમાં ભાગ લેવા આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિઓમાં ટેલેન્ટ હોય છે. તે વ્યક્તિ આગળ વધવા માટે સતત પ્રયત્ન કરે તો તેની મંજીલ સુધી પહોંચી શકે છે. હું સતત પ્રયત્ન અને પ્રેક્ટીસ કરીને જ આગળ આવ્યો છું. મેં સંગીતની કોઇ તાલિમ લીધી નથી. મને વૈષ્ણવ જન તો એને કહીયે..ભજનનો અર્થ ખબર નથી. પરંતુ, આ ભજન કર્ણપ્રિય લાગતા યુ-ટ્યૂબ ઉપર સાંભળીને ગાતા શિખ્યો છું.

પર્સનલ બેન્કર્સનું કામ છોડીને જાણીતા ગાયક તરીકે નામના મેળવનાર હૈતમ રફી રવિવારે યોજાનાર મેરેથોનમાં પણ વૈષ્ણવ જન..ભજનની પ્રસ્તુતી કરશે. મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન ગાઇને ભારત દેશમાં નામના મેળવનાર હૈતમ રફી અમદાવાદ સાબરમતી આશ્રમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.   

બોલિવુડના જાણીતા સંગીતકાર એ.આર.રહેમાનના આસિસન્ટન્ટની અપકમિંગ ફિલ્મ ડેવિલ્સ ડોટરમાં પ્રથમ વખત હૈતમ રફી ગીત ગાશે. અત્યાર સુધીમાં હૈતમે ગુજરાતી સહિત 10 ભાષામાં ગીતો ગાયા છે.  

ભારતમાં અનેક વખત આવી ચૂકેલા હૈતમ રફી ગુજરાતમાં પ્રથમ વખત આવ્યા છે. વૈષ્ણવ જન તો તેને કહીએ...ભજન ગાયા બાદ તેઓ મહાત્મા ગાંધીજીથી પ્રભાવિત થયા હતા. તેઓએ કહ્યું કે, ગુજરાતમાં આવ્યા હોવાથી મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં જવાની ઇચ્છા હતી. પરંતુ સમયના અભાવને કારણે સાબરમતી આશ્રમની મુલાકાત લઇશ.

જાણીતા ગાયક હૈતમ રફીએ જણાવ્યું હતું કે, હું સંગીતના ગુરૂની શોધમાં મુંબઇ આવ્યો હતો. ત્યારે દિલ હૈ હિંદુસ્તાની ટેલેન્ટ શોમાં ભાગ લીધો હતો. હું બોલિવુડમાં ઓર્બિડ અંદાજમાં ગીતો ગાવા માંગુ છું. જાણીતા ગાયક મહંમદ રફી મારા પ્રિય ગાયક છે. જગજીત સિંગ, મહેંદી હસન, નૂસરત ફતેહ અલી ખાનની ગઝલો મને ગમે છે. રવિવારે ફરમાઇસ મ્યુઝિકલ ક્લબ દ્વારા હૈતમ રફીની મ્યુઝીકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. ક્લબના અગ્રણી રાકેશ શાહ, ખાલીદ અહેમદે ક્લબની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...