તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં ચાલુ છકડામાંથી વિદ્યાર્થિની નીચે પટકાઇ, ટ્રકનું ટાયર ફરી વળતા મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોનું હૈયાફાટ રૂદન 
વડોદરા: વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી પાસે ચાલુ છકડામાંથી પડી ગયેલી વિદ્યાર્થિની પર ટ્રકનું ટાયર ફરી વળતા સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. વિદ્યાર્થિની સ્કૂલમાંથી ઘરે જવા માટે નીકળી હતી. 

વડોદરા જિલ્લાના વાઘોડિયાની 123, અક્ષર વિહાર સોસાયટીમાં રેણુકાબહેન ભરતભાઇ તડવી પરિવાર સાથે રહેતી હતી. રેણુકા વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલી સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં ધોરણ-11માં અભ્યાસ કરે છે. આજે બપોરે રેણુકા સ્કૂલમાંથી છૂટીને ઘરે જવા નીકળી હતી. વૃંદાવન ચોકડી પાસેથી તે વાઘોડિયા જવા માટે છકડો રિક્ષામાં બેઠી હતી. વાઘોડિયા ચોકડી પાસે રેણુકા અકસ્માતે ચાલુ છકડામાંથી પડી ગઇ હતી. તે જ સમયે પસાર થઇ રહેલા ટ્રકનું ટાયર તેના માથામાં ફરી વળતા સ્થળ પર તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં મોતને ભેટેલી રેણુકાના સ્કૂલ આઇ કાર્ડ ઉપર લખેલા મોબાઇલ નંબરના આધારે સ્થાનિક લોકોએ તેના પિતાને જાણ કરી હતી. વડોદરા દાંડિયા બજાર સ્થિત જી.ઇ.બી.માં નોકરી કરતા પિતા ભરતભાઇ તડવી ફોન આવતાની સાથે જ સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં દીકરીના મૃતદેહને જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. 

અકસ્માતની ઘટના બનતા જ સ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ સાથે આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇને તેણે પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. બીજી બાજુ પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો