વડોદરાના સયાજીબાગ ઝૂમાં માદા હિપ્પોએ હુમલો કરતા નર હિપ્પો ઇજાગ્રસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સયાજીબાગ ઝૂ હંમેશા વિવાદોમાં જ રહ્યું છે 

વડોદરાઃ વડોદરા શહેરના સયાજીબાગ ઝૂમાં ગત રાત્રી દરમિયાન માદા હિપ્પોએ ફેન્સિંગ તોડીને નર હિપ્પો પાસે પહોંચી ગઇ હતી. આ સમયે નર હિપ્પો અને માદા હિપ્પો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં નર હિપ્પો ઇજાગ્રસ્ત થયો હતો. જેથી વેટરનરી ડોક્ટર્સ દ્વારા નર હિપ્પોને સારવાર આપવામાં આવી હતી. જોકે નર હિપ્પોનું મોત નીપજ્યું હતું.

માદા હિપ્પો અને બચ્ચું સુરક્ષિત છે
સયાજીબાગ ઝૂના ક્યુરેટર પ્રત્યુશ પાટણનગર જણાવ્યું હતું કે, માદા હિપ્પો અને તેનું બચ્ચાને કંઇ થયુ નથી. માત્ર નર હિપ્પોને પાછળના પગે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું.

નર હિપ્પોને સારવાર માટે ક્રેઇનની મદદ લેવાઇ
માદા હિપ્પોએ કરેલા હુમલા બાદ ઇજાગ્રસ્ત હિપ્પોને સારવાર આપવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. થોડા મહિના પહેલા જ કુતરાઓએ કાળીયાર 6 હરણને ફાડી ખાધા હતા. ત્યારે હવે વધુ એક ઘટનાને પગલે સયાજીબાગ ઝૂની સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા.