તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સયાજીરાવ ગાયકવાડે પણ ઠગ ઓફ ઇંગ્લિસ્તાનનો શિકાર બની રૂ.69 લાખ ગુમાવ્યા હતા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ ગાયકવાડ - Divya Bhaskar
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
 • અંગ્રેજ વિલિયર્સે ઊંચું વ્યાજ હોવાની વાત સયાજીરાવના મનમાં ઠસાવી હતી
વડોદરાઃ 19 અને 20મી સદીમાં અંગ્રેજોના શાસન દરમિયાનના હિન્દુસ્તાનને તેના ઠગો માટે દુનિયાભરમાં બદનામ કરવામાં આવતું હતું. આ વર્ષોમાં જ હિન્દુસ્તાનમાં શ્રીમંત ભારતીયોને
ઠગવા કેટલાક અંગ્રેજ ઠગ પણ આવ્યાં હતા. તેમની ઠગ વિદ્યા પર ન તો કોઇ પુસ્તક લખાયું કે ન કોઇ ફિલ્મ બની. પણ સ્વપ્નદૃષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ એક અંગ્રેજ ઠગનો શિકાર બન્યા હતા.

19મી સદી દરમિયાન બરોડા સ્ટેટના મહારાજાઓ પોતાના આર્થિક રોકાણોના મુદ્દે ખૂબ જ સાવચેતી રાખતા હતા. મહારાજા સયાજીરાવ આર્થિક રોકાણ પણ આયોજનબદ્ધ રીતે કરતા હતા. 1909માં તેમણે અંગ્રેજ બેંકિગ સિસ્ટમ સામે બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી. લોકોના નાણાંના રોકાણનું વળતર મળે, રાજ્યનો વિકાસ થાય તે હેતુ હતો. તેમ છતાં તેઓ એેકવાર એક અંગ્રેજ (સફેદ) ઠગનો ભોગ બન્યાં હતા. દુનિયામાં 1929માં મહા મંદી આવી હતી. પણ તેના બે વર્ષ પહેલાની આ વાત છે. તે સમયે બરોડા સ્ટેટના દીવાન તરીકે મનુભાઇ મહેતા હતા.

1925-26માં ઇંગ્લેન્ડના વિલિયર્સ નામના એક ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટના સંપર્કમાં મહારાજા આવ્યા હતા. તેણે મહારાજાને ઊંચા વ્યાજ અને વધુ નફો હોવાનું કહ્યું. મહારાજાએ ધીમે ધીમે રૂ.69 લાખનું રોકાણ કરી દીધું પણ છેવટે તે તમામ રૂપિયા ડૂબી ગયા. મહારાજાને આ વાતની જાણ થઇ તો તેમણે તપાસ કરાવી. આ તપાસમાં બહાર આવ્યું કે, તે સમયના બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર મિ. રેન્ડલ અને એકાઉન્ટન્ટ જનરલ દાતાર હતા. તેમણે ગફલત કરતાં આ નુકસાન થયું હતું. આ ઉપરાંત બેંકમાં રોકાણ સંબંધી સલાહ આપતાં કેટલાક અમલદારો પણ પોતાની ફરજ નિષ્ઠા ચૂક્યા હતા.

આટલા મોટા નુકસાનથી મહારાજા ખફા થાય તે સ્વાભાવિક હતું. મહારાજાએ તપાસ તુરંત કરાવી પણ જંગી નુકસાનના જવાબદારો સામે પગલાં પણ તેમણે ધીમે ધીમે લઇ લીધા. પહેલાં તો અકાઉન્ટન્ટ જનરલ દાતારને નોકરીમાંથી રૂખસદ આપી દીધી. આ બે વર્ષ દરમિયાન જે અમલદારો દોષિત હતા અને પેન્શન ચાલુ થયા હતા તે બંધ કરાવ્યાનો હુકમ કરી દીધો. બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર પદે મિ. રેન્ડલની વર્ષ પૂરું થયા બાદ મુદ્દત વધારવામાં આવી નહીં. સૌથી કફોડી હાલત આ પ્રકરણમાં તત્કાલિન દીવાન મનુભાઇ મહેતાની થઇ.

મનુભાઇનું હાલના દિલારામ બંગલોમાં નિવાસસ્થાન હતું. દીવાન હોવાથી તેમની ભારે નામના પણ હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સલાહકારો પૈકીના એક હતા. લાખોની આ ઠગાઇના કિસ્સાના છાંટા દીવાનને પણ અભડાવી ગયા. મહારાજાને દીવાની કાળજીની ખામી દેખાઇ. એમ તત્કાલિન ઇતિહાસકારે લખ્યું હતું. દીવાન સ્વેચ્છાએ નિવૃત્ત થઇ ગયા. તેમણે બીકાનેર સ્ટેટનું દીવાનપદ સ્વીકારી લીધું. મહારાજાએ આવી ઘટના ફરીથી ન થાય તે માટે બેંકના રોકાણમાં ચોકસાઇ રાખવા માટે ઇન્વેસ્ટમેન્ટ કમિટી બનાવી હતી.  આ કમિટીમાં અર્થકારણના આટાપાટા સમજી શકે તેવા તજજ્ઞોની નિમણૂક કરવામાં આવી હતી.

મહારાજા પણ દીવાન મનુભાઇ અને બરોડા સ્ટેટ માટે કરેલા પ્રદાનને ભૂલ્યા ન હતા. 1936માં મહારાજાના હીરક મહોત્સવની ઉજવણી થઇ. ત્યારે દીવાન મનુભાઇ મહેતાએ હાજરી આપી. પણ તે સમયે તેઓ કોઇ સ્ટેટના દીવાન રહ્યાં ન હતા. મહારાજાએ રૂ.500નું માસિક પેન્શન બાંધી આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો